તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલાના કુંડલિયાળા અને જાફરાબાદના વઢેરામાં તાઉ-તેથી થયેલા નુકસાનનો સર્વે ફરી કરી સહાય ચૂકવવા માગ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુંડલિયાળા ગામના લોકોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું

સરકાર દ્વારા વાવાઝોડાના 50 દિવસો બાદ પણ હજુ પણ મોટા ભાગના લોકો સહાયથી વંચિત છે અથવા તો જેને સહાય મળી છે પણ પૂરતી સહાય ના હોવા નાં કારણે લોકોમાં સરકાર સામે ભારે આક્રોશ છે. જેના કારણે રાજુલા પ્રાંત કચેરી ખાતે દરરોજ બે-ત્રણ ગામોના લોકો આવેદનપત્રો આપી સહાય ચુકવણી તથા સર્વે કામગીરી સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. છતાં પણ સરકાર કે તંત્રના પેટનુ પાણી હાલતુ નથી.

આજે રાજુલા પ્રાંત કચેરી ખાતે રાજુલા તાલુકાનાં કુંડલિયાળા ગ્રામ પંચાયતના સરપંચ તથા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપતા રજૂઆત કરી હતી કે તાજેતરમાં “ તાઉતે ” વાવાઝોડુ અમારા વિસ્તારમાં આવેલ હતુ અને જે વાવાઝોડાથી ભયંકર નુકશાન થયેલ છે . અમારા વિસ્તારમાં પણ આ વાવાઝોડાથી ખુબજ મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે . સરકાર દ્વારા સર્વે કરાવવામા આવ્યો છે પણ તેમાં અનેક વિસંગતતા રહી જતા અનેક લાભાર્થીઓ સહાયથી વંચિત રહી ગયા છે જેથી સરકાર રિસર્વે કરાવી સહાયની ચૂકવણી કરે.

જાફરાબાદના વઢેરા ગામના લોકોએ મામલતદાર સમક્ષ રજૂઆત કરીસર્વે ને લઈ જાફરાબાદ તાલુકા વઢેરા ગામની મહિલાઓ સહિત ગ્રામજનો ઉપસરપંચ સહિતના લોકો દ્વારા જાફરાબાદ તંત્રને રજુઆત કરી છે ફરી સર્વે કરવા માંગણી ઉઠાવી છે અતિ જરૂરિયાત લોકો અને ગરીબ પરિવારો સહાય વંચિત છે તો કેટલાક લોકોનુ સર્વે કામગીરી બાકી હોવાનો પણ આક્ષેપ કરી રહ્યા છે ત્યારે ગામના ઉપ સરપંચ લખમણભાઈ બાંભણીયા એ કહ્યું અમારા ગામનો પ્રશ્નન સર્વે સહાય બાબતે યોગ્ય નહિ થાય તો ઉપસરપંચ તરીકે થી રાજીનામુ ધરી દઈશ પ્રજા નો પ્રશ્નન ઉકેલાવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...