અમરેલી જિલ્લાના રાજુલાના દરિયા કાંઠે આવેલા ખેરા સરકારી દવાખાના ખાતે નસબંધી કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે 11/05/2012થી લઈને આજ દિન સુધીમાં 64 સ્ત્રી નસબંધી માટેના કેમ્પો કરી 719 લાભાર્થીઓના ઓપરેશનો સફળતા પૂર્વક કરવામાં આવ્યાં છે.
સ્ટાફ ઘરે ઘરે જઇ સરકારી યોજનાની માહિતી આપે છે
રાજુલાના દરિયાઈ પટ્ટીના વિસ્તારના ગામો જેવા કે ચાંચ, ખેરા, પટવા અને સમઢીયાળા સહિતના વિસ્તારના લોકો કામગીરી અર્થે અન્ય વિસ્તારમા સ્થળાંતર થયેલા હોય છે જે ચોમાસુ શરૂ થતા જ માદરે વતન પરત ફરતા હોય છે. જેમને ખેરા સરકારી દવાખાનાના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈ સરકારની આરોગ્યની વિવિધ યોજનાની માહિતી પૂરી પાડવામાં આવે છે.
નાનુ કુટુંબ સુખી કુટુંબ વિષે સમજણ આપે છે
એક કુટુંબ કલ્યાણ યોજના કે જેમા નાનુ કુટુંબ સુખી કુટુંબ ભાવનાને સરિતાર્થ કરવાના હેતુ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જયેશ પટેલ,ADHO ડૉ.રશ્મિકાંત જોષી,RCHO ડૉ.એમ.પી.કાપડિયાની સૂચનાથી અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.એન.વી.કલસરિયાના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખેરાના તમામ સ્ટાફ તેમજ આશા બહેનો દ્વારા 15થી 49 વર્ષના લાયક દંપતિ કે જેઓ નસબંધીના ઓપરેશન માટે લાયક છે. તેમનો સીધો સંપર્ક કરી ઓપરેશન માટેના ફાયદાઓ સમજાવી મોટીવેટ કરવામા આવે છે.
આમ આરોગ્ય સ્ટાફની પુરા ખતથી કામ કરવાની વૃત્તિના કારણે પ્રા.આ.કેન્દ્ર ખેરા ખાતે તા.11/05/2012 ના રોજ પહેલો કેમ્પ થયેલ ત્યારથી લઈને આજ દિન સુધીમાં 64 સ્ત્રી નસબંધી માટેના કેમ્પો કરી 719 લાભાર્થીઓના ઓપરેશનો સફળતા પૂર્વક ટી.એલ.સર્જન ડૉ.આર.કે.જાટ અને હેલ્થ ટીમ દ્વારા કરવામા આવ્યા છે. વર્ષ 2022ની શરૂઆતમાજ બે કેમ્પો કરી કુલ 27 જેટલા સ્ત્રી નસબંધીના ઓપરેશન કરી આગળ પણ આ રીતે કેમ્પો કરી કામગીરી ચાલુ રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.