ભરબજારે આખલા યુદ્ધ:રાજૂલાના બસ સ્ટેન્ડ વિસ્તારને આખલાઓએ બાનમાં લીધો, ટ્રેક્ટર ચાલકે પાછળ દોડાવીને માંડ માંડ છૂટ્ટા પાડ્યા

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યમાં મહાનગરો અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં નગરપાલિકા વિસ્તારની સૌથી મોટી સમસ્યા હવે આખલાનો આતંક બની રહી છે, પરંતુ કોઈ કાયમી નિરાકરણ આવતું નથી અને લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. રાજુલા શહેરમાં છેલ્લા 3 દિવસથી આખલાનું રાજ ચાલી રહ્યું હોય તેમ અહીં આખલાઓ જાહેર માર્ગો ઉપર ધીંગાણા સર્જી રહ્યા છે અને લોકો રીતસર ફફડી રહ્યા છે. આજે ફરી રાજુલા શહેરમાં અતિ ભરચક એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં આખલાએ આખો વિસ્તાર બાનમાં લીધો હતો. તાલુકા પંચાયત નજીકથી ઉભા રોડ ઉપર આખલા બાખડતા બાખડતા એસ.ટી.બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોહોચ્યા હતા. સ્થિતિ વધુ ન વણસે તે માટે એક ટ્રેક્ટર ચાલકએ હિંમત કરી આખલાના છોડાવવા માટે ટ્રેકટર દોડાવ્યું હતું અને આખલાનો છુટા પાડ્યા હતા. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

ટ્રેક્ટર દોડાવી છુટા પડાવવાનો પ્રયાસ તેમ છતાં આખલાઓ તેમની લડાઈ કરતા રહ્યા
લોકોને વાહન ચાલકોને નુકસાન ન કરે તે માટે ટ્રેકટર ચાલક દ્વારા આખલા પાછળ દોડાવી આખલા છુટા પાડવા પ્રયાસ કર્યો તેમ છતાં થોડીવાર આખલા તેમની લડાઈ શરૂ રાખી હતી. આ અફડા તફડીના ભય ભર્યા માહોલ વચ્ચે લોકો ચારે તરફ ફફડતા ફફડતા નિહાળતા જોવા મળ્યા હતા.

નજરે જોનારા ગિરધરભાઈએ જણાવ્યું હતું કેસ અહીં આખો બસ સ્ટેન્ડ વિસ્તારને બાનમાં લીધો હતો. આખલા દરરોજ ધમાલ મચાવી રહ્યા છે. લોકો શહેરમાં પસાર થતા ડરી રહ્યા છે. ગઈકાલે પણ આવો જ બનાવ બન્યો હતો, આજે ફરી આવી રીતે આખલાઓએ આતંક મચાવ્યો છે. આખલાઓ પકડી રાજુલા શહેરથી બહાર મુકવા મારી માંગ છે.