તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મદદ:રાજુલાના 90 વર્ષના વૃદ્ધને ખાટલામાં બેસાડી ડુંગર પર નવા મકાને લઇ જવાયા

અમરેલી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાવાઝાેડામાં વૃદ્ધનંુ મકાન પડ્યું, સાેશ્યલ મીડિયાના કલાકારે પાેતાના ખર્ચે મકાન બનાવી અાપ્યું

રાજુલામા રહેતા 90 વર્ષીય વૃધ્ધનુ મકાન વાવાઝાેડામા પડી ગયુ હતુ. અા વાતની જાણ સાેશ્યલ મિડીયાના કલાકાર નિતીન જાનીને થતા તેમની ટીમ દ્વારા વૃધ્ધનુ પડી ગયેલ મકાન ફરી નવુ બનાવવામા અાવ્યું હતુ. ગઇકાલે વૃધ્ધને ખાટલા પર બેસાડી નવા મકાનમા લઇ જવાયા હતા. વાવાઝાેડાઅે રાજુલા તાલુકામા પણ ભારે વિનાશ વેર્યાે હતાે. ત્યારે અહી મફતપરા વિસ્તારમા રહેતા અેક 90 વર્ષીય વૃધ્ધનુ મકાન વાવાઝાેડામા ધરાશાયી થઇ જતા તેઅાે ઘર વિહાેણા બની ગયા હતા. અા વાત લાેકાેને ધ્યાને અાવતા લાેકાે દ્વારા સાેશ્યલ મિડીયાના કલાકાર નિતીન જાની ઉર્ફે ખજુર સુધી વાત પહાેંચાડી હતી.

નિતીન જાની અને તેમની ટીમ દ્વારા તાબડતાેબ અહી વૃધ્ધને નવુ મકાન બનાવી અાપવાની કામગીરી હાથ ધરી હતી. અહીના મફતપરા વિસ્તારમા ડુંગર પર અેક સપ્તાહથી મકાન બનાવવાની કામગીરી ચાલી રહી હતી. ગઇકાલે અા મકાનની કામગીરી પુર્ણ થતા નિતીન જાની સહિત ટીમ અને સ્થાનિક લાેકાેઅે વૃધ્ધને ખાટલામા બેસાડી ડુંગર પર નવા મકાનમા લઇ જવામા અાવ્યા હતા. અા કામગીરીમા તરૂણ જાની, જેકીભાઇ સહિત પણ જાેડાયા હતા.

હજુ 200 મકાનાે બનાવવાના છે: નિતીન જાની
સાેશ્યલ મિડીયાના કલાકાર નિતીન જાનીઅે જણાવ્યુ હતુ કે વાવાઝાેડામા અનેક કાચા મકાનાે પડી ગયા હતા. ત્યારે સ્વખર્ચે માનવ સેવાનુ કામ કરી રહ્યાે છું. 200 મકાનાે બનાવવાના છે. સ્થાનિક લાેકાે પણ સહકાર અાપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...