તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:રાજુલાના 15 વર્ષીય કિશોરે 15 વૃક્ષ વાવી પોતાનો જન્મદિવસ ઉજવ્યો, શહેરીજનોને વૃક્ષારોપણ કરવા અપીલ કરી

અમરેલી20 દિવસ પહેલા
  • રાજુલા શહેરમાં ઠાકર પરિવાર દ્વારા પુત્રના જન્મ દિવસ નિમિત્તે વૃક્ષારોપણ કરાયુ

અમરેલી જિલ્લાના રાજુલામાં રહેતા ઠાકર પરિવાર દ્વારા દર વર્ષે પોતાના લાડકવાયા જપનના જન્મ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આજે 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે રાજુલામાં જપન ઠાકરે પોતાના જન્મ દિવસે 15 જેટલા વૃક્ષો વાવ્યા હતા અને અન્યોને પણ વૃક્ષારોપણ કરવા જણાવ્યું હતું.

જપનના જન્મ દિવસે રાજુલા શહેરના આસ્થાનુ કેન્દ્ર શીતળામાતાજીના મંદિરના પટાંગણમાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો. શહેરના અશરફભાઈ હીરાણી પરિવાર તરફથી ટ્રી ગાર્ડ અપર્ણ કર્યા હતા જ્યારે તાજેતરમાં તાઉતે નામના વાવાઝાડાએ મચાવેલી તબાહીના કારણે મોટાભાગે વૃક્ષ ધરાશય થયા છે ત્યારે વૃક્ષ વાવેતર કરવા માટે અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લેહરી દ્વારા પણ અપીલ કરાઇ હતી કે રાજુલા શહેરને ઉજજડમાંથી લીલુંછમ બનાવીએ. હરિયાળું બનાવીએ. લોકો ઘરે ઘરે વૃક્ષ વાવેતર કરે તેવી મારી સૌને અપીલ છે.

મારા 15 વર્ષ થયા એટલે 15 વૃક્ષનું વાવેતર કર્યુંઃ જપન ઠાકર
પોતાના 15માં જન્મ દિવસ નિમિત્તે જપન ઠાકરે જણાવ્યું હતું કે, આજે મને વિચાર આવ્યો જેથી મે સંકલ્પ લીધો છે. 15મો જન્મ દિવસ છે એટલે 15 વૃક્ષ વાવ્યા છે. મે પર્યાવરણ પ્રેમીઓના સહકારથી વૃક્ષ વાવ્યા છે. વાવાઝોડા બાદ ઉજ્જડ જમીનને ફરી રળીયામણું બનાવી તમે પણ સહકરા આપો. આપણે રાજુલાને ફરી હરિયાળું બનાવીએ.

રાજુલા નગરપાલિકા દ્વારા પણ વૃક્ષા રોપણ કાર્યકમ યોજયો
પર્યાવરણ દિન નિમિત્તે રાજુલા નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર અને પાલિકાની ટીમે પણ આજે પાલિકા વિસ્તારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...