અમરેલી જિલ્લામાં રાજુલા વિધાન સભા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ શરૂ કર્યો છે. હાલ પાંચમા વર્ષમાં 'ગ્રામ્ય સવલતની વાત ગામના પાદરે' જેવી ગામડામાં સભાઓ-બેઠકો શરૂ કરાઈ છે. ધારાસભ્ય ગામડાઓમાં ફરીને વિવિધ પ્રકારની રજૂઆતો સાંભળી રહ્યા છે. ધારાસભ્ય અંબરીષ ડેર સમગ્ર વિધાનસભા વિસ્તારના તમામ ગામડામાં રૂબરૂ પહોંચી પ્રવાસ કરશે. હાલ ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ ચાલી રહ્યો છે. ગામના આગેવાનો અને સ્થાનિક નાગરિકોના લોકપ્રશ્નો સાંભળી લોકોની સમસ્યાઓ-પ્રશ્નો ઉકેલવા માટેના પ્રયાસો કરાઈ રહ્યા છે. જો કે ધારાસભ્યના કહેવા પ્રમાણે પાંચમા વર્ષમાં પાંચમી વાર ગ્રામ સવલતની વાત ગામના પાદરે પહોંચી કરી રહ્યા છીએ.
આજે બુધવારે પ્રથમ દિવસે ખાંભા તાલુકાના કાતરપરા, સમઢીયાળા-2, નેસડી-2, જીરાપર, રણીગપરા, નવા માલકનેશ, જુના માલકનેશ, હનુમાનપરા, તાલડા, દડલી, કંટાળા, ચક્રવા પરા, ચક્રવા, બબરપરા, બોરાળા સહિતના ગામડાઓમાં બેઠક યોજ્યા બાદ હવે વધુ અન્ય ગામડામાં રૂબરૂ પહોંચી ગ્રામજનો સાથે મુલાકાત કરશે.
વિધાનસભા ચૂંટણીનું આ પાંચમુ છેલ્લું વર્ષ ચાલી રહ્યું છે, જેના કારણે સતત રાજકીય માહોલ છવાયો છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી સમયે અંતિમ સમયે મોટો રાજકીય ભૂકંપ આ વિસ્તારમાં થવાની પૂરી શક્યતા પણ માનવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.