તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છેડતી:રાજુલા ધારેશ્વર ગામમાં દુકાન ચલાવતી મહિલા સાથે અસામાજિક તત્વ દ્વારા છેડતી કરી માર માર્યો

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની 50 વર્ષીય મહિલા કરિયાણાની દુકાન ચલાવી વેપાર ધંધો કરી રહી હતી. તેવા સમયે અસામાજિક તત્વ આરોપી મહેશ કળસરીયા દ્વારા દુકાનમાં આવી વેફર્સ માંગી અને પંખો શરૂ કરવાનુ કહ્યું અને ત્યાર બાદ અડપલા કર્યા હતા. તથા મૂઢ માર મારી કોઈને કહીશ તો જાન થી મારી નાખવાની ધમકી આપતા મહિલાએ રાડા રાડ કરતા સ્થાનિકો એકઠા થયા અને મહિલાને રાજુલા હોસ્પિટલમાં ખસેડી હતી.

આરોપીની ગણતરીની મિનિટમાં ધરપકડ થઇ

ઘટનાને ધારેશ્વર ગામના સરપંચ સહિત પટેલ સમાજના અગ્રણીઓ દોડી આવ્યા હતા. અને યાર્ડના પૂર્વ ચેરમેન જીજ્ઞેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હરસુરલાખણોત્રા, અંબરીશ વરૂ સહિત યાર્ડના ડિરેક્ટરો પણ દોડી આવ્યા હતા. ત્યાર બાદ પી.આઈ.આર એમ ઝાલાની ટીમે તાત્કાલિક ફરિયાદ લઈ ગુનો નોંધી આરોપી મહેશ કળસરીયાને ગણતરીની મિનિટમાં ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

નાનકડા ધારેશ્વર ગામમાં છેડતીની ઘટનાથી ફફડાટ

નાનકડા ધારેશ્વર ગામમાં મહિલાની ભર બજારમાં દુકાનમાં છેડતી અને હુમલાની ઘટનાથી ભારે ફફડાટ ફેલાયો હતો. જોકે ઘટના બાદ પોલીસે આરોપીને રાઉન્ડપ કરી પેટ્રોલિંગ પણ વધારી દીધું છે. અને આરોપીની પૂછપરછ શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો