તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરેશાની:રાજુલા તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી : અરજદારો પરેશાન, માછીમારોને યોજાનાઓના કામ માટે ધક્કા ખાવા પડે છે

અમરેલી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગામડાઓના સરપંચે કાયમી જગ્યા ભરવા માંગણી કરી

રાજુલામાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હોવાથી અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ગ્રામ્ય વિસ્તારની કામગીરી ઝડપી ન થતી હોવાથી તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીની જગ્યા કાયમી ધોરણે ભરપાઈ કરવા માટે સરપંચો માંગણી ઉઠી છે. રાજુલા તાલુકા પંચાયતમાં લાંબા સમયથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યાઓ ખાલી છે. જેના કારણે તાલુકા પંચાયતનો ચાર્જ ખેતીવાડી અધિકારીને સોંપવામાં આવ્યો છે. અહીં તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી હોવાથી ગ્રામ્ય વિસ્તારમાં યોજનાઓની કામગીરી ઝડપથી થતી નથી. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને માત્ર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

તેમજ જાફરાબાદમાં પણ છેલ્લા બે વર્ષથી તાલુકા વિકાસ અધિકારીની જગ્યા ખાલી છે. જેના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં વસવાટ કરતા માછીમારો અને અગરિયાઓને યોજનાઓની કામગીરી માટે ધક્કા ખાવા પડે છે. ત્યારે બંને તાલુકામાં તાત્કાલિક તાલુકા વિકાસ અધિકારીની જગ્યા કાયમી ધોરણે ભરપાઈ કરવા માટે ગામડાના સરપંચોમાં માંગણી ઉઠી છે. આમ, તાત્કાલિક જગ્યા ભરવમાં આવે તો લોકોને પડતી હાલાકી દુર થાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...