તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજુલા જાફરાબાદમાં વૃક્ષાે વાવવાનું અભિયાન ચલાવાે

અમરેલી11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • વાવાઝાેડામાં ગીધની વસાહતાે પણ નાશ પામી
  • પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડને સીએમને રજૂઆત કરી

રાજુલા જાફરાબાદ પંથકમા વાવાઝાેડાના કારણે હજારાે વૃક્ષાેની સાથે સાથે ગીધની વસાહતાે પણ નાશ પામી હાેય અહીના પુર્વ વાઇલ્ડ લાઇફ વાેર્ડને આ વિસ્તારમા વૃક્ષારાેપણનુ મહાઅભિયાન ચલાવવા મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પુર્વ વાઇલ્ડ લાઇફ વાેર્ડન વિપુલ લહેરીઅે રજુઆતમા જણાવ્યું છે કે રાજુલા જાફરાબાદ પંથકમા દેશીકુળના ઝાડનાે નાશ થયાે છે. અને આ વિસ્તારને હરીયાળાે બનાવવા માટે સરકારે ખાસ પ્રાેજેકટ લાવવાે જાેઇઅે.

તાે જ ફરી અહી હરીયાળી દેખાશે. આ વિસ્તારમા અમુલ્ય ગીધની વસાહતાે હતી તે પણ નાશ પામી છે. હવે આ વિસ્તારમા જટાયુ વન બનાવવુ જાેઇઅે. તેમણે અેમપણ જણાવ્યું હતુ કે સરકાર અેનજીઅાે, ખેડૂતાે, પર્યાવરણપ્રેમીઅાે તથા શિક્ષકાે સહિતના સરકારી કર્મચારીઅાે સાથે મળી નવા વૃક્ષાે વાવીને આ વિસ્તારને ફરી રળીયામણાે બનાવે તેવા પ્રયાસ થવા જાેઇઅે.

અન્ય સમાચારો પણ છે...