સુવિધા:રાજુલા પોલીસે જનરેટરની વ્યવસ્થા કરી લોકોના મોબાઈલ ચાર્જ કરવા સેન્ટરનો પ્રારંભ કર્યો

અમરેલી8 મહિનો પહેલા
  • કરાઈ પોલીસ એકેડમીમાંથી રાજુલા જનરેટર મોકલવામા આવ્યું

અમરેલી જિલ્લામા રાજુલા પંથકમા તાઉ-તે વાવાઝોડાને લઈ ગુજરાત પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા વીજળી વિહોણા રાજુલા પોલીસ સ્ટેશનને લાઈટ 24 કલાક શરૂ રહે તે માટે કરાઈ ખાતે થી મોટુ DG મોકલાવ્યું હતું. ડીજી આવતા રાજુલા પોલીસ સ્ટેશન વીજળી શરૂ થઈ હતી. આ વીજળી શરૂ થતા લોકો મોબાઈલ ચાર્જ માટે ભટકી રહ્યા હતા તેઓ માટે રાજુલા પી.આઈ.આર.એમ.ઝાલા દ્વારા શહેરની પબ્લિક માટે મોબાઈલ ચાર્જ સેવા સેન્ટર શરૂ કરાયુ છે.

1 ટેબલ રાખી 5 જેટલા બોર્ડ લગાવી 15 થી વધુ મોબાઈલ ચાર્જ થઈ શકે તે માટે સુવિધા શરૂ કરી છે અને મોબાઈલ ચાર્જ માટે નું પોસ્ટર લગાવતા શહેરભર ના લોકો મોબાઈલ ચાર્જ કરવા આવી રહ્યા છે દિવસ દરમ્યાન લોકો પોતાના મોબાઈલ પોલીસ સ્ટેશન ચાર્જ કરી રહ્યા છે કેટલાય ગામડાના લોકો પણ મોબાઈલ ચાર્જ કરવા માટે આવી રહ્યા છે જેથી ઘણા અંશે લોકો એ મોબાઈલ ચાર્જ થી રાહત અનુભવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...