તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Rajula: On The Last Day In Jafrabad Taluka, BJP Candidates Filled Up The Forms Together, Both The Parties Started Campaigning Vigorously.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉમેદવારો મેદાને:રાજુલા- જાફરાબાદ તાલુકામાં અંતિમ દિવસે ભાજપના ઉમેદવારોએ એક સાથે ફોર્મ ભર્યા, બન્ને પક્ષોએ જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કર્યો

રાજુલા15 દિવસ પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છેલ્લા 2 દિવસથી ભાજપ- કોંગ્રેસ દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરાઈ રહ્યા છે. જેમાં મોટાભાગે તમામ પાર્ટીઓએ ઉમેદવારી પત્ર રજૂ કરીને પોતાના ફોર્મ ભરી દીધા છે. ત્યારે આજે અંતિમ દિવસે રાજુલા જાફરાબાદ પંથકના તમામ ભાજપના ઉમેદવારોએ એક સાથે પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

ભાજપ અને કોંગ્રેસે પ્રચાર જોર-શોરથી શરૂ કર્યોભાજપના ઉમેદવારોએ શક્તિ પ્રદર્શન કરીને જાફરાબાદ તથા રાજુલા તાલુકા પંચાયત અને 6 જિલ્લા પંચાયતની સીટો પર ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. જેમાં ભાજપના પૂર્વ સાંસદીય સચીવ હીરા સોલંકીની ઉપસ્થિતિમાં ઉમેદવારોએ કેસરી નંદન હનુમાન મંદિરના દર્શન કરીને પોતાના ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા. તો બીજી બાજુ કોંગ્રેસે ગઇકાલે મોટાભાગે પોતાના ઉમેદવારી પત્રો ભરી દીધા હતા, ત્યારે બાકી રહેલી કેટલીક બેઠકોમાં આજે કોંગ્રેસે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. અત્યારે ચુંટણીના આવા સમયમાં ભાજપ અને કોંગ્રેસે વધારે બેઠકોને પોતાના કબજે કરવા માટે પ્રચાર જોર-શોરથી શરૂ કરી દીધો છે. જેમાં ગ્રામીણ વિસ્તારમાં સ્થાનિક સમસ્યાઓના મુદ્દાઓ પર મોટાભાગે ભાર મૂકીને ચૂંટણીઓનું આયોજન કરવામાં આવતું રહે છે.

ગતવર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજુલા અને જાફરાબાદ પંથકને બાદ કરતા આખા જિલ્લામાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા. જોકે તે સમયે પાટીદાર આંદોલન મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી ગયું હતું. અને જેના પરિણામે રાજુલા જાફરાબાદ પંથકમાં મોટાભાગની બેઠકો ભાજપે કબ્જે કરી લીધી હતી. જોકે અહીં કોળી સમાજ,આહીર સમાજ,ક્ષત્રિય સમાજનો દબદબો છે જેના કારણે ગત ટર્મમાં ભાજપને અહીં સફળતા મળી હતી.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દિગ્ગજો મેદાને આવ્યાસામાન્ય રીતે સરપંચો અને ગ્રામીણ વિસ્તારોના લોકો ચૂંટણી લડતા હોય છે પરંતુ આ વિસ્તારમાં જિલ્લાના દિગ્ગજો પણ તમામ ગતિવિધિઓ ઉપર પોતાની નજર રાખી રહ્યા છે. તે તમામ દિગ્ગજો સામાન્ય સરપંચોના સતત સંપર્કમાં રહીને કાર્ય કરી રહ્યા હોવાથી આવા સમયે રાજકીય માહોલ બરાબરનો જામી ઉઠ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો