રાજુલા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણી:કૉંગ્રેસ પાસે સંપૂર્ણ બહુમતી હોવા છતા ચાર વર્ષમાં સાત પ્રમુખ બદલવા પડ્યા, હવે રમેશ કાતરિયાને જવાબદારી સોંપાઈ

અમરેલી3 મહિનો પહેલા
  • ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ચૂંટણી યોજાય વિદ્યાર્થિનીઓ 30 મિનિટ બહાર ગ્રાઉન્ડમાં ઉભા રહ્યા

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા કોંગ્રેસ શાસિત નગરપાલિકાનો રાજકીય ઇતિહાસ સૌરાષ્ટ્રમાં સૌથી મોટો નોંધાશે તે હકીકત છે. તાજેતરમાં અંગત કારણો દર્શાવી પ્રમુખ તરીકે રાજીનામુ આપ્યા બાદ આજે ફરી પ્રમુખ તરીકેની ચૂંટણી ઇન્ચાર્જ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે રમેશ કાતરીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે જોકે આ સવા 4 વર્ષ દરમિયાનમાં આજે સાતમા પ્રમુખ રાજુલા શહેરને મળ્યા છે સતત કોંગ્રેસની સતા માટેની ખેંચતાણના કારણે રાજકીય ઘમાસાણ ચાલી રહી છે જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજુલા નગરપાલિકા સર્ચામાં આવી છે અને સૌથી મોટો રાજકીય નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે.

અત્યાર સુધીમાં કોણ કોણ પ્રમુખ બન્યા જુઓ !
2018માં નગરપાલિકાની ચૂંટણી આવી હતી વિધાનસભામા કોંગ્રેસનો વિજય થયા બાદ સમગ્ર શહેરમાં 28 બેઠક માંથી 27 સદસ્ય કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા માત્ર 1 બીજેપીના ચૂંટાયા એટલે સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને પ્રજાએ આપી 1.પ્રમુખ મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા,2. બાઘુબેન બાલાભાઈ વાણીયા,3. મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા 4. કાંતાબેન કિશોરભાઈ ધાખડા,5. ઘનશ્યામભાઈ લાખણોત્રા,6. છત્રજીતભાઈ ધાખડા,7 રમેશભાઈ કાતરીયા આમ અડધો અડધ સદસ્યો પ્રમુખ તરીકે બેસી રહ્યા છે. હવે અંતિમ વર્ષ છે તેવા સમયે સમગ્ર શહેરમાં વિકાસ રૂંધાયો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે જોકે સતત બળવાનો સિલસિલો યથાવત રહ્યો છે આ બધીજ બાબતે ધારાસભ્ય અંબરીશ ડેર નારાજ છે પરંતુ હાલ મૌન ધારણ કરી આ રાજકીય ઘટનાક્રમ જોઈ રહ્યા છે આવતા દિવસોમા હજુ પણ નવાજૂની થાય તો નવાય નહિ..

ચૂંટણીના કારણે શિક્ષણકાર્ય ઉપર સીધી અસર પડી
રાજુલા ટી.જે.બી ગર્લ્સ હાઈસ્કૂલમાં વહીવટી તંત્ર દ્વારા બપોરે 12 કલાકે પ્રમુખની ચૂંટણી યોજાય હતી. જોકે સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી અને બપોરે આવતી વિધાર્થિનીઓ બપોરના અડધો કલાક ઉપર સ્કૂલ ગ્રાઉન્ડમાં ઉભી રહી હતી. જોકે હાઈસ્કૂલના શિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થિનીઓમાં પણ ગણગણાટ ચાલ્યો હતો. પરંતુ સમગ્ર મામલો બહાર આવ્યો નથી જોકે આ ગર્લ્સ હાઈસ્કૂલ નગરપાલિકા સંચાલિત હોવાને કારણે હાઈસ્કૂલના આચાર્ય, શિક્ષણ સ્ટાફ ના છૂટકે મૌન ધારણ કરવાની ફરજ પડી હતી.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા કોંગ્રેસ શાસિત નગરપાલિકાનો રાજકીય ઇતિહાસ સૌરાષ્ટ્રમાં સૌથી મોટો નોંધાશે તે હકીકત છે. તાજેતરમાં અંગત કારણો દર્શાવી પ્રમુખે રાજીનામુ આપ્યા બાદ આજે ફરી પ્રમુખ તરીકેની ચૂંટણી ઇન્ચાર્જ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના પ્રમુખ તરીકે રમેશ કાતરીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. જોકે આ સવા 4 વર્ષ દરમ્યાનમાં આજે સાતમા પ્રમુખ રાજુલા શહેરને મળ્યા છે. સતત કોંગ્રેસની સતા માટેની ખેંચતાણના કારણે રાજકીય ઘમાસાણ ચાલી રહી છે જેના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજુલા નગરપાલિકા ચર્ચામાં આવી છે અને સૌથી મોટો રાજકીય નાટકીય ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે.

છેલ્લા ચાર વર્ષ દરમિયાન બનેલા પ્રમુખ
2018માં નગરપાલિકાની ચૂંટણી આવી હતી વિધાનસભામા કોંગ્રેસનો વિજય થયા બાદ સમગ્ર શહેરમાં 28 બેઠક માંથી 27 સદસ્ય કોંગ્રેસના ચૂંટાઈ આવ્યા માત્ર 1 બીજેપીના ચૂંટાયા એટલે સ્પષ્ટ બહુમતી કોંગ્રેસને પ્રજાએ આપી હતી. ત્યારબાદ અત્યાર સુધીમાં 1 પ્રમુખ મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા,2બાઘુબેન બાલાભાઈ વાણીયા,3 મીનાબેન પ્રવીણભાઈ વાઘેલા,4 કાંતાબેન કિશોરભાઈ ધાખડા,5 ઘનશ્યામભાઈ લાખણોત્રા,6 છત્રજીતભાઈ ધાખડા,7 રમેશભાઈ કાતરીયા આમ અડધો અડધ સદસ્યો પ્રમુખ તરીકે બેસી રહ્યા છે હવે અંતિમ વર્ષ છે તેવા સમયે સમગ્ર શહેરમાં વિકાસ રૂંધાયો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે. જોકે સતત બળવાનો સિલસિલો યથાવત રહ્યો છે આ બધીજ બાબતે ધારાસભ્ય અંબરીશ ડેર નારાજ છે પરંતુ હાલ મૌન ધારણ કરી આ રાજકીય ઘટનાક્રમ જોઈ રહ્યા છે આવતા દિવસોમા હજુ પણ નવાજૂની થાય તો નવાય નહી.

ચૂંટણીના કારણે શિક્ષણકાર્ય ઉપર સીધી અસર પડી
રાજુલા ટી.જે.બી ગર્લ્સ હાઈસ્કૂલમાં વહીવટી તંત્ર દ્વારા બપોરે 12 કલાકે પ્રમુખની ચૂંટણી યોજાય હતી જોકે સ્કૂલ ચાલુ રાખવામાં આવી હતી અને બપોરે આવતી વિધાર્થીનિઓ બપોરના અડધો કલાક ઉપર અહીં વિધાર્થીનિઓ સ્કૂલ ગ્રાઉન્ડમાં ઉભી રહી હતી જોકે હાઈસ્કૂલના શિક્ષણ સ્ટાફ અને વિદ્યાર્થીનીઓમાં પણ ગણગણાટ ચાલ્યો હતો પરંતુ સમગ્ર મામલો બહાર આવ્યો નથી જોકે આ ગર્લ્સ હાઈસ્કૂલ નગરપાલિકા સંચાલીત હોવાને કારણે હાઈસ્કૂલના આચાર્ય શિક્ષણ સ્ટાફ ના છૂટકે મૌન ધારણ કરવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...