તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવર્તન નામંજુર:રાજુલા મારકેટ યાર્ડમાં પરિવર્તન નામંજુર સત્તાધારી પેનલનો વિજય, તમામ 10 બેઠકો ભાજપ સમર્થિત પેનલને મળતા ધારાસભ્ય અંબરીશ ડેરને કારમી પછડાટ

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
મતગણતરીના સ્થળ રાજુલા યાર્ડ ખાતે આજે સ્થાનિક પાેલીસ દ્વારા સઘન બંદાેબસ્ત જાળવવામા અાવ્યાે હતાે. યાર્ડ બહાર ભાજપ અને કાેંગ્રેસ આગેવાનાેના ટાેળા એકઠા થયા હતા. સાેશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા. - Divya Bhaskar
મતગણતરીના સ્થળ રાજુલા યાર્ડ ખાતે આજે સ્થાનિક પાેલીસ દ્વારા સઘન બંદાેબસ્ત જાળવવામા અાવ્યાે હતાે. યાર્ડ બહાર ભાજપ અને કાેંગ્રેસ આગેવાનાેના ટાેળા એકઠા થયા હતા. સાેશ્યલ ડિસ્ટન્સના ધજાગરા ઉડયા હતા.

રાજુલા માર્કેટીંગયાર્ડમા પ્રથમ વખત પુર્વ ધારાસભ્ય અને વર્તમાન ધારાસભ્યની પેનલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યાે ચુંટણી જંગ યાેજાયાે હતાે. આજે મતગણતરી હાથ ધરવામા આવતા ભાજપ સમર્થિત સતાધારી પેનલના તમામ ઉમેદવારાે વિજય થયા હતા. જયારે કાેંગીના ધારાસભ્ય સમર્થિત તમામ ઉમેદવારાેનાે પરાજય થયાે હતાે. આમ રાજુલા યાર્ડમા સતાધારી પેનલે પાેતાનાે કબજાે જાળવી રાખ્યાે છે. રાજુલા માર્કેટીંગયાર્ડની 16 બેઠક પૈકી 10 બેઠક અગાઉ જ સતાધારી પેનલે બિનહરીફ મેળવી લીધી હતી.

જયારે 10 બેઠકાે માટે વર્તમાન પેનલ અને સામે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા ઉભી કરાયેલી બિન રાજકીય પરિવર્તન પેનલ વચ્ચે જંગ હતાે. અહી લાંબા સમયથી વર્તમાન સતાધીશાેનુ શાસન છે. તેમને ભાગ્યે જ ચુંટણીમા પડકારનાે સામનાે કરવાે પડયાે છે. જયારે આ વખતે પાેતાના ઉમેદવારાેને વિજયી બનાવવા અંબરીશ ડેરે અેડી ચાેટીનુ જાેર લગાવ્યું હતુ. જેને પગલે આ જંગ પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકી અને અંબરીશ ડેર વચ્ચે સીધાે પ્રતિષ્ઠાનાે જંગ બન્યાે હતાે.

ગઇકાલે યાેજાયેલી ચુંટણીમા 96.12 ટકા મતદાન થયુ હતુ. આજે માર્કેટીંગયાર્ડ ખાતે મતગણતરી હાથ ધરવામા અાવતા પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલની ટીમના તમામ 10 ઉમેદવાર ડિરેકટર તરીકે ચુંટાઇ આવ્યા હતા. જયારે બિન રાજકીય પરિવર્તન પેનલના અેકપણ ઉમેદવાર ચુંટાયા ન હતા. એટલુ જ નહી તેમના પરાજયનુ માર્જીન પણ માેટુ રહ્યું હતુ. આ તકે હિરાભાઇ સાેલંકીએ જણાવ્યું હતુ કે ખેડૂત મતદારાેએ કાેઇપણ લાલચ કે આક્ષેપમા ફસાયા વગર મતદાન કર્યુ હતુ. સાૈથી વધુ મત જિલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઇ નકુમને મળ્યાં હતા. અહી પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ મીઠાભાઇ લાખણાેત્રા, મનુભાઇ કસવાળા, રવુભાઇ ખુમાણ, મનુભાઇ ધાખડા, સંજયભાઇ ધાખડા, બાેઘાભાઇ લાડુમાેર, નાજભાઇ પીંજર, વલકુભાઇ બાેસ, ચેતનભાઇ શિયાળ વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

ખેડૂતાેને સસ્તા ભાવે ડિઝલ મળશે
યાર્ડના વર્તમાન પ્રમુખ જીજ્ઞેશભાઇ પટેલે જણાવ્યું હતુ કે અહી અારામ ગૃહ અને અાધુનિક શેડ સહિતની સુંદર વ્યવસ્થા છે. હવે ટુંક સમયમા ખેડૂતાેને સસ્તા ભાવે ડિઝલ મળી રહે તે માટે પંપની વ્યવસ્થા કરાશે.- જીજ્ઞેશભાઇ પટેલ, પ્રમુખ

ધારાસભ્યએ હારનાે સ્વીકાર કર્યાે
​​​​​​​રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું હતુ કે ભાજપ પ્રેરિત સહકાર પેનલના તમામ ઉમેદવારાે જીત્યા છે અને બિન રાજકીય પરિવર્તન પેનલના ઉમેદવારાેને હારનાે સામનાે કરવાે પડયાે છે. જેની તમામ જવાબદારી મે સ્વીકારી છે. અને વિજેતા ઉમેદવારાેને અભિનંદન પાઠવ્યા છે.
​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો