રાજય સરકાર દ્વારા આજે 42 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીના હુકમ કરવામા આવ્યા હતા. જેમા અમરેલી જિલ્લાની ત્રણ નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી કરવામા આવી છે.રાજયના શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના નાયબ સચિવ દ્વારા એકસાથે 42 ચીફ ઓફિસરની બદલી કરવામા આવી છે. રાજુલા પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયાની વાંકાનેર ખાતે બદલી કરવામા આવી છે.
જયારે લાઠી નગરપાલિકાના ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામીને કાલાવડ મુકવામા આવ્યા છે.તો બીજી તરફ બગસરા નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પનારાને આકલાવ ખાતે મુકવામા આવ્યા છે. લાઠીમા ખાલી પડેલી જગ્યા પર કાલાવાડથી નિકુંજ વોરાને મુકાયા છે. જયારે બગસરા પાલિકામા ઉનાથી જયદેવ ચૌહાણને મુકવામા આવ્યા છે. આ ઉપરાંત દામનગરમા ખાલી પડેલી ચીફ ઓફિસરની જગ્યા પર હરેશ બ્રહ્મભટ્ટની નિમણુંક કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.