પાણીની સમસ્યા:રાજુલા, જાફરાબાદને ચાર દિ' મહિનું પાણી નહી મળે, ભાવનગર નજીક પાઇપ લાઇનમાં ભંગાણ

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તહેવારાેના દિવસાેમાં જ પાણીની સમસ્યા

રાજુલા જાફરાબાદ પંથકમા દીપાવલીના તહેવારાેના દિવસાેમા જ પાણીની સમસ્યા સર્જાય છે. ભાવનગર નજીક મહિની પાઇપ લાઇનમા ભંગાણ સર્જાતા અાગામી ચાર દિવસ સુધી રાજુલા જાફરાબાદને મહિનુ પાણી નહી મળે.અાવનારા ચાર દિવસ સુધી અા બંને શહેરાેમા પાણી વિતરણ માટે સ્થાનિક સાેર્સ પર અાધાર રાખવાે પડશે. પાછલા દિવસાેમા અા વિસ્તારમા પડેલા સતત વરસાદના કારણે તમામ જળાશયાે છલકાયેલા છે. અને ભુતળમા પણ પાણી ઉપર સુધી છે.

જેના કારણે વૈકલ્પિક સાેર્સમાથી પાણી જરૂર મળી રહેશે પરંતુ બંને શહેરના ચાર દિવસ સુધી મહિ યાેજનાનુ પાણી નહી મળે. રાજુલા નગરપાલિકાના સુત્રાેઅે જણાવ્યું હતુ કે ભાવનગરના બુધેલ નજીક મહિની પાઇપ લાઇનમા ભંગાણ સર્જાયુ છે. અને હાલમા તેનુ સમારકામ ચાલી રહ્યું છે. જેના કારણે ચાર દિવસ સુધી મહિનુ પાણી રાજુલા સુધી પહાેંચી નહી શકે. પાલિકા સતાધીશેાઅે લાેકાેને પાણીની વ્યવસ્થા કરી રાખવા પણ અનુરાેધ કર્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...