તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દહેશત:રાજુલા,જાફરાબાદ ખેતીવાડીમાં 10 કલાક વિજળીની વાતો કાગળ પર

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને વાવેતર નિષ્ફળ જાય તેવી દહેશત

રાજુલા અને જાફરાબાદમાં ખેતીવાડીમાં 10 કલાક વીજળી મળવાની જાહેરાત માત્ર કાગળ ઉપર જ રહી છે. વાવાઝોડા બાદ બંને તાલુકામાં ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ જ થયો નથી. હવે વરસાદ ખેંચાતા ખેડૂતોએ વાવેતર કરેલ પાક પિયતના અભાવે નિષ્ફળ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યે રાજુલા જાફરાબાદમાં તાત્કાલિક ખેતીવાડીનો વીજ પુરવઠો શરૂ કરવા સરકાર પાસે માંગણી કરી છે.

જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય ટીકુભાઇ વરૂએ જણાવ્યું હતું કે ઉર્જા મંત્રી સૌરભભાઇ પટેલે હવે ખેતીવાડીમાં 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. પણ રાજુલા અને જાફરાબાદ પંથકમાં વાવાઝોડાના 53 દિવસ બાદ પણ ખેતીવાડી ફિડરમાં વીજપોલ ઊભા થયા નથી. વીજ વિભાગની અણઆવડતના કારણે ખેડૂતોને કુવા -બોરમાં કનેક્શન પણ મળતું નથી. રાજુલા જાફરાબાદમાં વહીવટી તંત્ર અને વીજ વિભાગ ખેડૂતોને વાવાઝોડા બાદ વીજ પુરવઠો આપવામાં નિષ્ફળ નીવડ્યું છે.

ઊલટાનું બંને તાલુકામાં વરસાદ નહીં પડે તો વાવેતર કરેલ પાક બળીને જવાની ખેડૂતોને દહેશત છે. ત્યારે તાત્કાલિક રાજુલા અને જાફરાબાદ પંથકમાં ખેતીવાડીનો વીજપુરવઠો શરૂ કરી અને વીજળી બિલ માફ કરવા ટીકુભાઇ વરૂએ સરકાર પાસે માંગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...