તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાડા વધારાની માગ:રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશનની હડતાળ બાદ પણ માગણી ના સંતોષાતા આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક કંપનીઓ પાસે ભાડામાં વધારાની માગ કરવામા આવી

અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા ભાડામાં વધારાની માગ સાથે 300 ટ્રકોના પૈડાં થંભાવી દેવામા આવ્યા છે. તેમ છતા સ્થાનિક કંપનીઓ દ્વારા કોઈ બેઠક ના યોજતા ટ્રક ચાલકોમાં રોષ ફેલાયો છે. ટ્રકચાલકોએ જ્યાં સુધી ભાડા વધારાની પોતાની માગ ના સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.

રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશન તરફથી સ્થાનિક કંપનીઓ પાસે ભાડામાં વધારાની માગ કરવામા આવી છે. ટ્રાન્સપોર્ટ સંચાલકોનું કહેવું છે કે, ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભાડામાં વધારો કરવો અનિવાર્ય છે. જો કે, કંપની તરફથી કોઈ પ્રતિભાવ ના મળતા ટ્રક એસોસિએશન દ્વારા બે દિવસ પહેલા જ હડતાળ શરૂ કરવામા આવી છે. એસોસિએશનના હોદેદારો પોતાની માગણીને લઈ પ્રાંત અધિકારી સમક્ષ પણ રજૂઆત કરી ચૂક્યા છે.

1 કિલોમીટર દીઠ એકથી દોઢ રૂપિયાના વધારાની માગ
રાજુલા જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા આસપાસની આવેલી કંપની સમક્ષ માત્ર 1 કિલો મીટરે 1 થી દોઢ રૂપિયાનો વધારો કરવાની માંગ ઉઠાવી છે. પરંતુ અહીં આવેલી કંપનીઓ દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક પરિણામ આપ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...