ડીઝલના ભાવમાં સતત થઈ રહેલા વધારાના કારણે રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશન દ્વારા સ્થાનિક કંપનીઓ પાસે ભાડામાં વધારો કરવાની માગ કરવામા આવી છે. ટ્રક એસોસિએશન દ્વારા આજથી ટ્રકોના પૈડાં થંભાવી હડતાળ શરૂ કરવામા આવી છે. જ્યાં સુધી માગ ના સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં આવેલી નાની મોટી કંપનીઓ ટ્રકો ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડીઝલના ભાવમાં થઈ રહેલા સતત ભાવ વધારાના પગલે ટ્રક ચાલકોની મુશ્કેલીઓ વધી છે. ત્યારે એસોસિએશન દ્વારા સ્થાનિક કંપનીઓ પાસે પોતાના ટ્રક ભાડામાં વધારો કરવાની માગ કરવામા આવી હતી. જો કે, ભાવમાં વધારો ના અપાતા આજથી ટ્રક ચાલકોએ હડતાળ શરૂ કરી છે. જેમાં 150 જેટલા ટ્રકોના પૈડાં થંભાવી દેવામા આવ્યા છે.
રાજુલા-જાફરાબાદ ટ્રક એસોસિએશનના હોદેદારો દ્વારા આજે રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. જ્યાં સુધી તેઓની માગ ના સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.