કાર્યવાહી:રાજુલામાં મશ્કરી કરવાની ના પાડતા યુવકને પાઇપથી માર્યો

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સાેએ બાેલાચાલી કરી મારી નાખવાની ધમકી આપી

રાજુલામા રહેતાે એક યુવક પાેતાના મિત્ર સાથે હિંડાેરણા નજીક આવેલ ગેરેજમા ગયાે હાેય જયાં બે શખ્સાેએ તેની મશ્કરી કરી હતી. યુવકે મશ્કરી કરવાની ના પાડતા બંનેએ ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપતા આ બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

યુવકને મારમાર્યાની આ ઘટના રાજુલાના હિંડાેરણા નજીક બની હતી. અહી રહેતા અબ્દુલભાઇ હુસેનભાઇ સેલાેત નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ મિત્રની સાથે ટ્રક રીપેર કરાવવા ગેરેજમા ગયા હતા ત્યારે ઇસ્માઇલ આદમ કાબરીયા અને સફીર ઉસ્માન કાબરીયા નામના શખ્સાેએ તેની મશ્કરી કરી હતી. યુવકે ના પાડતા આ બંને શખ્સાેએ ઉશ્કેરાઇ જઇ પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી આપી હતી.

જયારે સફીરભાઇ ઉસ્માનભાઇ કાબરીયાએ વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઓ ગેરેજમા હતા ત્યારે અબ્દુલ સેલાેત અને ફારૂક સેલાેતે તેની સાથે બાેલાચાલી કરી મારમાર્યાે હતાે. પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...