અમરેલી જિલ્લામાં 98 રાજુલા વિધાન સભા વિસ્તારમાં પીજીવીસીએલના શહેર અને ગ્રામ્ય વિસ્તરમાં અનેક પ્રશ્નનો હોવાને કારણે લોકો પરેશાન હતા. જ્યારે તાઉતે વાવાજોડાની તબાહી બાદ હજુ પણ અનેક વિસ્તારમાં પીજીવીસીએલના પ્રશ્નો ખૂબ મોટા પ્રમાણમાં રજૂ થતા હતા. જેના કારણે આજે રાજુલા પીજીવીસીએલ કચેરી ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીષ ડેરની ઉપસ્થિતિ વચ્ચે લોક દરબાર યોજાયો હતો. સાથે પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને અરજદારો પોતાના પ્રશ્નનો લઈ રજુઆત કરવા માટે પોહચ્યા હતા અને ધારાસભ્ય અને વીજ વિભાગના અધિકારીઓ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી તેમની નોંધ લઈ આવતા 15 દિવસમાં યોગ્ય કરવા માટેની ખાત્રી આપવામાં આવી છે.
લોક દરબારમાં કુલ 100 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી
70 જેટલા વ્યક્તિગત પ્રશ્નો હતા અને 30 જેટલા સમૂહ એટલે જાહેર લોકોના પ્રશ્નો સામે આવ્યા છે. આ તમામ પ્રશ્નો અંગે પીજીવીસીએલ વિભાગ દ્વારા આવતા 15 દિવસમાં યોગ્ય કરવા માટેની ખાતરી આપવામાં આવી છે મોટી સંખ્યમાં કોંગ્રેસના કાર્યકરો હોદેદારો નગરપાલિકા સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
15 દિવસ બાદ હું પ્રશ્નોનું ફોલોઅપ લઈશઃ અંબરીષ ડેર
ધારાસભ્ય અંબરીષ ડેર દ્વારા જણાવ્યું હતું કે, તાઉતે વાવાઝોડા બાદ લોકોની ખૂબ રજૂઆતો આવતી હતી. જેથી મારી હાજરી વચ્ચે આજે પીજીવીસીએલ કચેરી ખાતે લોક દરબાર કર્યો. જેમાં 70 જેટલા વ્યક્તિગત પ્રશ્નો આવ્યા અને 30 જેટલા અલગ અલગ સમૂહ પ્રશ્નો આવ્યા. અમારા કાર્યકરોમાં સંતોષની લાગણી છે. કમસેકમ એક વખત તો સાંભળવામાં આવ્યા નિરાકરણ કેવી રીતે થાય તેના માટે પ્રયાસો કર્યા છે. આજે જે પ્રશ્નનો રજુઆત કરી છે તેની 15 દિવસ પછી હું અને મારી ટીમ દ્વારા ફોલોઅપ લઈશું મને ખાત્રી છે આ પ્રશ્નનોનું નિરાકરણ આવશે જે પ્રશ્નો સરકાર લેવલના આવશે તો તેના માટે સરકારમાં પણ જઈશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.