તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે જમીન વિવાદ:રાજુલાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અંબરીશભાઈ નહીં આખુય અમરેલી લડશે, ધાનાણીની ચીમકી

અમરેલી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત કોંગ્રેસના દિગ્ગજોએ ટ્વિટ કરી ધારાસભ્યને સમર્થન અપાયુ

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં યાર્ડ સામે રેલવેની જમીન નગરપાલિકાને આપવા માટે માંગણી કરી હતી. તેને લઈ વિવાદ હવે ઉગ્ર બની રહ્યો છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા જ્યાં સુધી રેલવેની જગ્યા જ મળે અને કોઈ નિરાકરણ ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે. આ પ્રકારની ચીમકી બાદ આજે ચોથા દિવસે ઉપવાસ યથાવત છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ટ્વિટ કરી સમર્થન આપી રહ્યાં છે.

વિપક્ષના નેતાએ આક્રમણ ટ્વિટ કર્યું છે
કોંગ્રેસના દિગ્ગજો શક્તિસિંહ ગોહિલ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિતનાઓ ટ્વિટ કરી રહ્યાં છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી દ્વારા "સત્ય મેવ જયતે" ટ્વિટ કરાયુ છે. જેમાં વર્ષોથી બંધ અને આખાય રાજુલાને બે ભાગમાં વહેંચનારી રેલવેની આડોડાઈ વિરુદ્ધ અહીંસક આંદોલન છે. હવે જો તેને સત્વરે ઉકેલ નહિ આવે તો પછી ખાલી અંબરીશભાઈ નહિ આખુંય અમરેલી લડશે..! તેમ જણાવ્યું હતુ. જેમાં સ્થાનિક કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો દ્વારા પણ સોશિયલ મીડિયા પર મુહિમ ઉપાડી છે. તેમાં ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ આંદોલનને લઈ ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટામાં સતત મારો ચલાવ્યો છે.

જમીન મુદ્દે કોઈ નિરાકરણ ના આવતા ઉગ્ર આંદોલનની તૈયારી
અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા રેલવે સામે મોરચો માંડ્યો છે. અહી નગરપાલિકાને રેલવેની જમીન આપવા માટે કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર અને પાલિકા પ્રમુખ સહિત કેટલાક સદસ્યોએ જીદ પડકી લીધી છે. રેલવેની જમીનના કારણે ટ્રાફિક જામ સહિતના કેટલાં પ્રશ્નો અંગે લોકો પરેશાન છે તો તે જગ્યા પર ગાર્ડન જેવા વિકાસના કામો પાલિકા કરવાની છે આ પ્રકારના દાવા સાથે મોરચો માંડ્યો છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરની ઉપવાસ છાવણીમાં આંદોલન માટે 3 પ્રકારના ઉગ્ર આંદોલન બાબતે રણનીતિ ઘડાઈ રહી છે. એક તો રેલ રોકો આંદોલન કરવુ,રેલવે ની જમીન પર લગાવાયેલ બેરીકેટ હટાવવી દેવા, અર્ધનગ્ન હાલતમાં કાર્યકરોએ ઉપવાસ કરવા, ભાવનગર રેલવે ની ઓફિસે મોટી સંખ્યામાં અહીં થી લોકો ને લઈ જવા માટે ની તૈયારી આજ થી શરૂ કરી દેવામા આવી છે.

આ મુદ્દે કોઈ નિરાકણ ન આવે ત્યાં સુધી અંબરીશ ડેર ઉપવાસ કરશે
પ્રથમ ઘટનામાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કામ અટકવાવ માટે વચ્ચે સુઇ જઇ બંધ કરાવ્યુ હતુ. જ્યારે બીજા દિવસે રેલવે પોલીસના મોટા કાફલા સાથે આવી રેલવે બેરીકેટ લગાવી તેમની જમીન પર કબ્જો કરી દીધો છે. જ્યારે આ વચ્ચે ધારાસભ્ય અંબરીશ ડેર વચ્ચે પહોંચતા પોલીસે અટકાયત કરી ડિટેઇન કર્યા હતા. જેમાં સાંજે પોણા 6 વાગે રાજુલા પોલીસે મુક્ત કર્યા હતા. જોકે ગઈકાલથી અંબરીશ ડેરે દાવો કર્યો છે કે મારા ઉપવાસ શરૂ થઈ ગયા છે. આજે ફરી ઉપવાસ પર બેઠા છે. જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર અને કેટલાક પાલિકાના સદસ્યોએ રેલવેની જગ્યા સામે મોરચો માંડ્યો છે. જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિરાકણ ન આવે ત્યા સુધી ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...