પક્ષીઓનો કલરવ:રાજુલા- જાફરાબાદના દરિયાકાંઠે યાયાવર પક્ષીઓનું આગમન

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેલીકન, ફલેમીંગો, કુંજ સહિતના પક્ષીઓનો કલરવ

દર વર્ષે શિયાળામા સાઇબીરીયાથી હજારાે માઇલનુ અંતર કાપી પેલીકન, ફલેમીંગાે સહિતના પક્ષીઅાે રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા વિસ્તારમા અાવી પહાેંચે છે. અા પક્ષીઅાે અાખાે શિયાળાે અહી ગાળે છે અને બાદમા ફરી પાેતાના વતન તરફ વાટ પકડી લે છે. અાેણસાલ પણ યાયાવર પક્ષીઅાે દરિયાકાંઠે કલરવ કરી રહ્યાં છે.

રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિકટર, ચાંચબંદર, ખેરા, પટવા, કથીવદર સહિતના વિસ્તારાેમા શિયાળામા માેટી સંખ્યામા યાયાવર પક્ષીઅાે અાવે છે. હાલ પણ અા પક્ષીઅાે અહી તળાવ, ડેમમા વિહાર કરી રહ્યાં છે.

​​​​​​​અહી પક્ષીઅાેને પાણી અને ખાેરાક મળી રહેતાે હાેવાથી અને વાતાવરણ સાનુકુળ રહેતુ હાેય દર વર્ષે હજારાે માઇલનુ અંતર કાપીને અા પક્ષીઅાે અહી શિયાળાે ગાળવા માટે અાવી પહાેંચે છે. અા પક્ષીઅાેના રક્ષણ માટે વનવિભાગ દ્વારા પણ સઘન પેટ્રાેલીંગ કરવામા અાવે છે. દરિયાકાંઠા સિવાય પણ જિલ્લામા અનેક જળાશયાે અને તળાવાેમા પણ અા પક્ષીઅાે ઉતરે છે અને દિવસાે સુધી રાેકાય છે.

અન્ય સમાચારો પણ છે...