હાલાકી:રાજુલા- જાફરાબાદ, ખાંભામાં 700 વીજ ટ્રાન્સફાેર્મર બંધ

અમરેલી2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજ તંત્ર ન તાે સમારકામ કરે છે કે ન તાે નવું ટીસી નાખે છે : ખેડૂતાે પરેશાન

રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકામા ચાર માસ પહેલા ત્રાકટેલા વાવાઝાેડાઅે ભારે વિનાશ વેર્યાે હતાે. હજુ સુધી અા ત્રણેય તાલુકામા ખેતીવાડીના 700 જેટલા વિજ ટ્રાન્સફાેર્મર બંધ હાલતમા હાેય ખેડૂતાેને મુશ્કેલી પડી રહી છે. અા ટીસીનુ સાવરકુંડલા અને અમરેલીમા જ સમારકામ કરાતુ હાેય ત્યાં પણ વર્કલાેડ વધવાના કારણે સમારકામ થઇ શકતુ નથી.

ત્રણેય તાલુકામા ખેતીવાડી કનેકશન 16 કેવી, 25 કેવી, 63 કેવી તેમજ 100 કેવીના 700 જેટલા વિજ ટ્રાન્સફાેર્મર બંધ હાલતમા પડયા છે. તંત્ર દ્વારા ન તાે રીપેરીંગ કરવામા અાવે છે કે ન તાે નવા બદલવામા અાવે છે જેના કારણે ખેડૂતાેને પુરતાે વિજ પુરવઠાે મળતાે નથી. અા વિજ ટ્રાન્સફાેર્મરનુ રીપેરીંગકામ અમરેલી અથવા સાવરકુંડલામા થતુ હાેય છે.

પરંતુ ત્યાં પણ વર્કલાેડ વધવાના કારણે સમય મર્યાદામા રીપેરીંગ થઇ શકતુ નથી. ત્યારે અા વિસ્તારના સ્થાનિક ધારાસભ્યઅે ઉર્જામંત્રીને રૂબરૂ મળી રજુઅાત કરી હતી. અને અા પ્રશ્નનાે કાેઇ ઉકેલ નહી અાવે તાે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...