લાલચ ભારે પડી:રાજુલાના 6 લોકોને વેબસાઇટમાં રોકાણ કરવાનું કહી રાજકોટના શખ્સે દોઢ કરોડની છેતરપિંડી આચરી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માહી પ્રોડક્ટરમાં રૂ.1.80 કરોડ રોક્યા બાદ 33 લાખ જ પરત મળ્યા

અમરેલીના રાજુલા અને આસપાસના વિસ્તારમાં રહેતાન 6 લોકોને રાજકોટના શખ્સે વેબસાઇટમાં રોકાણ કરવા અને બમણુ વળતર આપવાની લાલચ આપી રુપિયા દોઢ કરોડની છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઇ છે. માહી પ્રોડક્ટરમાં રૂ.1.80 કરોડ રોક્યા હતા ત્યારબાદ 33 લાખ જ પરત આપતાં આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

મૂળ રાજુલા અને હાલમાં મુંબઈમાં રહેતા આસિફભાઈ મહંમદભાઈ રાણપુરીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના કહેવા પ્રમાણે આજથી 5 વર્ષ પહેલાં રાજકોટ રહેતા તેમના માસીના દીકરા સંજુ ઉર્ફે સંજય ફિરોજભાઈ મેરાણીએ તેમની માહી પ્રોડક્ટમાં પેસા રોકવા માટે કહ્યું હતું અને તેમાં લાખો રૂપિયાનું વળતર મળશે તેવી લાલચ આપી હતી.

ત્યારબાદ શરૂઆતમાં રૂ.70 લાખ અલગ અલગ દિવસોમાં આપ્યા હતા. તે માહી પ્રોડક્શન તથા ગો માર્ટ પ્રા. લી. માં રોકવાના હતા. આરોપીએ તેમને વિશ્વાસમાં લેવા માટે 22 લાખ વળતર અપાયુ હતું. આથી તેમના મિત્રો જુલફી કારભાઈ ઉર્ફે જલાભાઈ દોડીયાએ એણે રૂ.52 લાખ, નશરૂદીન દાઉદભાઈ ડોસાણી રૂ.15 લાખ 60 હજાર, અજિતભાઈ અલાઉદીનભાઈ મઘરાણી રૂ.18 લાખ, બરક્તભાઈ અમીરભાઈ ડોસાણી 15 લાખ અને નૂરદીનભાઈ મઘરાણીએ 9.12 લાખ મળીને કુલ 6 લોકો દ્વારા 1 કરોડ 80 લાખ 42 હજાર રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું.

લોકોને વિશ્વમાં લેવા માટે અલગ અલગ તરીખોએ તમામ 6 લોકોને મળી રૂ.33 લાખ 42 હજાર નું વળતર આપવામાં આવ્યું હતુ. બાદમાં નોટબંધી થતા વળતર આપવાનું બંધ થયું હતું. ત્યારબાદ અનેક વાયદાઓ કરવા છતાં કોઇ જ વળતર ન મળતા તમામ 6 લોકોએ ભરેલી કુલ રકમમાંથી રૂ.1 કરોડ 47 લાખની રકમ ગુમાવ્યાની છેતરપિંડીનીની ફરિયાદ નોંધાવી છે.

રાજુલા શહેરમાં 6 લોકો સાથે રાજકોટના સંજુ ઉર્ફે સંજય મેરણી દ્વારા આ પ્રકારની ખાનગી કંપનીના નામે રોકાણ કરાવી મોટો તોડ કર્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાજકોટ, બાબરા સહિત વેપારીઓ સાથે આ પ્રકારની છેતરપિંડી કરી છે, પરંતુ હજુ સુધી અન્ય જગ્યાએ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી, પરંતુ હવે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...