મેઘમહેર:અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો, કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં વરસાદી ઝાપટા વરસવાનું ચાલું

અમરેલી13 દિવસ પહેલા
  • રાજુલાનો ધાતરવડી ડેમ-2 70 ટકા ભરાયો, ઉપરવાસમાંથી પાણીની આવક ચાલું

હાલ સમગ્ર અમરેલી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો થયો છે અને વરસાદી માહોલ વચ્ચે અમરેલી શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. સાથે દરિયાઈ કોસ્ટલ બેલ્ટ રાજુલા શહેરમાં પણ 2 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. આજે પણ રાજુલા શહેરમાં વરસાદી ઝાપટાઓ વરસી રહ્યા છે. જાફરાબાદ પંથકના દરિયાઇ વિસ્તારના ગામડા બાબરકોટ,કડીયાળી, મિતિયાળા જેવા ગામડામાં પણ છૂટો છવાયો વરસાદ અને પંથકમાં ધીમીધારે વરસાદ પડ્યો હતો. જ્યારે હાલ સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ સર્જાયો છે બીજી તરફ મોટાભાગના ગામડામાં ઝરમર વર્ષા સતત વરસી રહી છે.

ઉપરવાસ પડેલા વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી
ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે રાજુલા ધાતરવડી ડેમ-2માં પાણીની આવક ગઈકાલે વધી હતી. જેના કારણે 70% ડેમ ભરાયો હોવાનુ તંત્રએ જાહેર કર્યું છે જ્યારે હજુ 30% ડેમ ભરવાનો બાકી છે જેથી વધુ વરસાદ બાદ અહીં ઓવરફ્લો થઈ શકે છે જ્યારે જિલ્લામાં સૌથી ઓછો વરસાદ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...