વાતાવરણમાં ઠંડક પ્રસરી:લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદી માહોલ, ધરતીપુત્રો રાજીના રેડ

અમરેલીએક મહિનો પહેલા
  • વાવડીની સેલ નદીમાં પાણી આવતા ખેડૂતો ખુશ ખુશાલ

સમગ્ર રાજ્યની ચોમાસાની ઋતુની સરખામણી અમરેલી જિલ્લામાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, જેના ધરતીપુત્રો ચિંતિત છે. ત્યારે લાંબા વિરામ બાદ આજે સાવરકુંડલા પંથકમાં વરસાદનું આગમન થયું છે. જેને લઇને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

ધોધમાર વરસાદ
સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જ્યારે તાલુકાના હાથસણી, કાનાતળાવ, સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ પડવાના કારણે ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા હતા.

વાવડીની સેલ નદીમાં પાણી આવ્યા
ધારી પંથકના ઈંગોરાળા, વાવડી સહિત આસપાસના ગામડામાં વરસાદ પડ્યો હતો. જેના કારણે વાવડી ગામ નજીક આવેલી સેલ નદીમાં પાણી આવ્યા હતા. જેના કારણે આ નદી આસપાસના ખેતી વાડી વિસ્તારના ખેડૂતોને પણ ફાયદો થશે. સમગ્ર જિલામાં ગરમી અને બફારો થવાના કારણે લોકો અકળાયા ઉઠ્યા હતા એ વચ્ચે વરસાદી માહોલ જોવા મળતા ઠંડક પ્રસરી હતી જેના કારણે ઘણા અંશે રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...