ભાદરવામાં અષાઢી માહોલ:અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, રાજુલા-બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તા પર પાણી વહેતા થયા

અમરેલી19 દિવસ પહેલા
  • હવામાન વિભાગે પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે

રાજ્યમાં હવામાન વિભાગે છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો. અમરેલીના રાજુલા અને બાબરાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદ 2 દિવસમાં પડી શકે આ પ્રકારની આગાહીને લઈ સમગ્ર જિલ્લામાં આજે વરસાદી માહોલ છવાયો હતો. આજે રાજુલા પંથકના ખેરાળી,માંડરડી,આગરિયા સહિત આસપાસના ગામડામાં વરસાદ પડતા ગામડાના રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બાબરા વિસ્તારમા પણ લાંબા વિરામ બાદ વરસાદી જાપટા પડ્યા હતા જેના કારણે અહીં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી અને સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તાર વિજપડી,છાપરી, સેંજળ આસપાસના ગામડામાં છૂટો છવાયો વરસાદ ખાબક્યો હતો જેના કારણે ખેડૂતોને આ વરસાદથી ફાયદો થવાની આશા બંધાય છે.

અન્ય સમાચારો પણ છે...