તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:લાઠીના હરસુરપુર દેવળીયામાં સ્થાનિક નદીમાં પુર આવતા બાઇક તણાયુ, ચલાલા શહેરમાં વરસાદ શરૂ

અમરેલી3 મહિનો પહેલા
  • અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો

અમરેલી જિલ્લામાં લાઠી, બાબરા, કુંકાવાવ, બગસરા, લીલીયા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ધરતી પુત્રો ખુશ ખુશાલ થયા છે. જેમાં લાઠીના હરસુરપુર દેવળીયામાં સ્થાનિક નદીમાં પુર આવતા બાઇક તણાયુ છે. તથા ચલાલા શહેરમાં વરસાદ શરૂ છે. તેમજ અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે.

પાણીના પ્રવાહ વચ્ચે બાઇક તણાયાના દ્રશ્યો સ્થાનિક દ્વારા મોબાઇલમાં કેદ કર્યા
લાઠી અને બાબરા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. બીજી તરફ લાઠીના હરસુરપુર દેવળીયા સ્થાનીક નદીમાં ઘોડાપુર આવતા ગામના યુવક દ્વારા પસાર થવાનો પ્રયાસ કરાયો હતો. આ દરમ્યાન ધસમસતા પ્રવાહમાં બાઇકને યુવાનો દ્વારા ખેચાયું પરંતુ પાણીની આવક વધુ હોવાને કારણે યુવાનો તણાય તેમ હતા. ત્યારબાદ બાઇકને છોડી દીધું અને પાણીના પ્રવાહ વચ્ચે બાઇક તણાયાના દ્રશ્યો સ્થાનિક દ્વારા મોબાઇલમાં કેદ કર્યા હતા.

સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે
જ્યારે આ સ્થિતિ વચ્ચે ગામના લોકો પુર જોવા ઉમટી પડ્યા હતા. તેવા સમયે બીજા જ દિવસે આજે અમરેલી જિલ્લામાં વાદળ છાયુ વાતાવરણ બંધાયુ છે. ચલાલા શહેર અને આસપાસ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેને લઈ ચલાલા શહેર અને પંથકના ઠંડક પ્રસરી જવા પામી છે. આજે બપોર બાદ ફરી વરસાદ આવે તેવું વાતાવરણ છવાઇ રહ્યું છે. જ્યારે સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

સાવરકુંડલાની ગાધકડા નદીમાં ઘોડાપુર આવ્યું
અમરેલી જિલ્લામાં આજે ફરી મેઘરાજા નુ આગમન થયુ છે. કેટલાક ગામડામાં ધમાકેદાર એન્ટ્રી તો ક્યાંક વરસાદી ઝાપટા પડી રહ્યા છે. સાવરકુંડલાના ગાધકડા,ગણેશગઢ,ખડસલી માં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ગાધકડાની સ્થાનિક નદીમાં ઘોડાપુર આવતા પાણી પાણી જોવા મળી રહ્યું છે. આ વિસ્તારના ગામડામાં વાવણી લાયક વરસાદ ખેડૂતો માની રહ્યા છે. બીજી તરફ બાબરા લાઠી સાવરકુંડલા વિસ્તારમાં વરસાદના સતત ઝાપટા પડી રહ્યા છે સમગ્ર વિસ્તારમા ઠંડક પ્રસરી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...