માવઠું:અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને બાબરા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા

અમરેલી12 દિવસ પહેલા
  • વહેલી સવારથી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમરેલી જિલ્લામાં આજે સવારથી વાતાવરણ પલટાયુ છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા સાથે જિલ્લાના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે. જેને લઇ અતિ મહત્વના બાબરા માર્કેટીંગ યાર્ડ દ્વારા સૌથી પહેલા ખેડૂતોના હીતમાં પ્રથમ નિર્ણય લેવાયો છે. અહીં આવતીકાલથી 3 દિવસ સુધી યાર્ડ બંધ રહેશે. તારીખ 07થી 10 તારીખ સુધી સંપૂર્ણ યાર્ડ બંધ રહેશે.

સાવરકુંડલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા, તો બીજી તરફ ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જેના કારણે લોકોની મુશ્કેલી વધી છે. જ્યારે બાબરાના ગરણી, પાનસડા, નડાળા, વડીયા વિસ્તારના કેટલાક ગામડામા વરસાદી છાંટા જોવા મળ્યા હતા.

અમરેલી જિલ્લામાં લાઠી, રાજુલા, જાફરાબાદ, ધારી, બાબરા સહિત વિસ્તારમાં વાદળા ઘેરાતાં પોતાના પાકોને લઇને ધરતી પુત્રોની ચીંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...