તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેઘરાજાની સમયસર પધરામણી:જિલ્લામાં અડધાથી 5 ઇંચ સુધી વરસાદ

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શેત્રુજી નદીમાં પુર:ચલાલા તથા અમરેલી પંથકમા પડેલા ભારે વરસાદના કારણે શેત્રુજી નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. તાે બીજી તરફ નાવલી, શેલ, ખારી વિગેરે નદીમા પુર જાેવા મળ્યું હતુ.તસવીર-વિશાલ ડોડિયા - Divya Bhaskar
શેત્રુજી નદીમાં પુર:ચલાલા તથા અમરેલી પંથકમા પડેલા ભારે વરસાદના કારણે શેત્રુજી નદી પણ બે કાંઠે વહેવા લાગી હતી. તાે બીજી તરફ નાવલી, શેલ, ખારી વિગેરે નદીમા પુર જાેવા મળ્યું હતુ.તસવીર-વિશાલ ડોડિયા
  • અમરેલી જિલ્લામાં રવિવારે સાંજથી સોમવાર સુધી વરસાદ વરસતા ચલાલામાં 5 અને કુંડલામાં 3.5 ઇંચ પાણી પડ્યું
  • બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સમયસર પધરામણી કરતા માેલાતને જીવતદાન : અમરેલી, ખાંભામાં 1.5 , લીલિયા, બાબરામાં 1 ઇંચ

અમરેલી જિલ્લામા ગઇ માેડી સાંજથી શરૂ થયેલી મેઘસવારી અાજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી અને છેલ્લા ચાેવીસ કલાકમા ચલાલામા પાંચ ઇંચ વરસાદ ખાબકી ગયાે હતાે. જયારે સાવરકુંડલામા પણ સાડા ત્રણ ઇંચ વરસાદ થયાે હતાે. ગઇરાત્રે અમરેલીમા દાેઢ ઇંચ વરસાદ થયા બાદ અાજે ઝાપટા વરસ્યા હતા. ઉપરાંત ખાંભામા દાેઢ, બાબરા, લીલીયામા અેક ઇંચ વરસાદ પડયાે હતાે. સમયસરના વરસાદના નવા રાઉન્ડથી માેલાતને ફાયદાે થશે.

અાજે દિવસ દરમિયાન પણ ઠેકઠેકાણે ધાેધમાર વરસાદ તુટી પડયાે હતેા. ખાસ કરીને ચલાલામા મેઘરાજાની વિશેષ મહેરબાની ઉતરી અાવી હતી. અહી રાત્રે દાેઢથી બે ઇંચ વરસાદ પડયા બાદ વહેલી સવારે પણ ધાેધમાર વરસાદ તુટી પડયાે હતાે અને બે ઇંચ પાણી પડયુ હતુ. અાજે સાંજે પણ અેક ઇંચ વધુ વરસાદ વરસી જતા અહી છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન પાંચ ઇંચ વરસાદ વરસી ગયાે છે. ભારે વરસાદથી અા વિસ્તારની નદીઅાેમા પાણી વહેવા લાગ્યા છે.

અમરેલી શહેરમા ગઇરાત્રે દાેઢ ઇંચ વરસાદ પડી ગયા બાદ અાજે દિવસભર વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ અને ઝાપટા વરસતા રહ્યાં હતા. તાે સાવરકુંડલા પંથકમા છેલ્લા ચાેવીસ કલાક દરમિયાન સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ગયાે છે. ભારે વરસાદથી અહી શહેરના નીચાણવાળા વિસ્તારાેમા પાણી ભરાયા હતા. લીલીયામા ગઇરાત્રે દાેઢ ઇંચ વરસાદ થયા બાદ અાજે દિવસ દરમિયાન વધુ અેક ઇંચ વરસાદ પડી ગયાે છે. બીજી તરફ ખાંભામા ગઇસાંજે અેક ઇંચ વરસાદ થયા બાદ રાત્રે વધુ દાેઢ ઇંચ વરસાદ થયાે હતાે.

અામ છેલ્લા ચાેવીસ કલાકમા અહી અઢી ઇંચ વરસાદ થયાે છે. બાબરામા પણ રાત્રીના સમયે અેક ઇંચ વરસાદ થયાે હતાે. લાઠી બગસરા અને વડીયા પંથકમા અડધાે ઇંચ વરસાદ પડયાે છે. જિલ્લામા મહદઅંશે મગફળી અને કપાસનુ વાવેતર થઇ રહ્યું છે તેવા સમયે વરસાદનાે વધુ અેક રાઉન્ડ શરૂ થતા ખેડૂતાે રાજી થયા છે. કારણ કે જે ખેડૂતાેઅે વાવણી કરી દીધી છે તેમને પાણીની તાતી જરૂર હતી. અને જયાં વાવણી થઇ નથી ત્યાં હવે વાવણી થઇ જશે.

રાજુલા, ધારી પંથકમાં ઝાપટાં
દરમિયાન રાજુલા અને ધારી પંથકમા પણ અાખાે દિવસ વાતાવરણ વાદળછાયુ રહ્યું હતુ. જાે કે અા વિસ્તારમા માત્ર હળવા ઝાપટા પડયા હતા. જાફરાબાદના ચાૈત્રા, ભટવદર, સરાેવડા વિગેરે ગામમા બે ઇંચ વરસાદ પડી ગયાે હતાે.

24 કલાકમાં કયાં કેટલાે વરસાદ
અમરેલીદાેઢ ઇંચ
લીલીયાઅેક ઈંચ
વડીયાઅડધાે ઇંચ
કુંડલાસાડા ત્રણ ઇંચ
જાફરાબાદઅેક ઇંચ
બગસરાઅડધાે ઇંચ
ખાંભાદાેઢ ઇંચ
બાબરાઅેક ઇંચ
ધારીઅડધાે ઇંચ
ચલાલાપાંચ ઇંચ

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...