તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલનકારી સામે કાર્યવાહી:રાજુલામાં ટ્રેન રોકી વિરોધ પ્રદર્શન કરનારા વ્યકિતઓ સામે રેલવેએ ગુનો નોંધ્યો, 2 સ્થળો પર રોકવામા આવી હતી ટ્રેન

અમરેલી3 મહિનો પહેલા
  • રેલવે પોલીસે ફોટો અને વીડિયોના આધારે તપાસ શરૂ કરી

અમરેલીના રાજુલામાં રેલવેની જમીન મામલે ચાલી રહેલા આંદોલન મામલે ગઈકાલે બે અલગ અલગ સ્થળો પર ટ્રેન રોકવામા આવી હતી. જે મામલે હવે રેલવે વિભાગે ટ્રેન રોકનારા અજાણ્યા વ્યકિતઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

રાજુલા શહેરમાં રેલવેની જમીન નગરપાલિકાને મળે તે માટે ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા આંદોલનના મંડાણ કર્યા હતા. ધારાસભ્ય દ્વારા ગઈકાલે રેલવે ટ્રેક પર ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારવામા આવી હતી. જો કે, રેલવે ટ્રેક પર બેસી વિરોધ કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેની અટકાયત કરી લેવાઈ હતી. તો બીજી તરફ તેમના સમર્થકો તરફથી અલગ અલગ બે સ્થળો પર ટ્રેન રોકી વિરોધ પ્રદર્શિત કરાયો હતો. આ મામલે રેલવે વિભાગ દ્વારા હવે અજાણ્યા વ્યકિતઓ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામા આવી છે.

ભાવનગર રેલવે પોલીસ દ્વારા રેલવે એક્ટ મુજબ 174A,145b,147,146 મુજબ કેસ દાખલ કર્યો છે. ફોટો અને વીડિયોના આધારે પોલીસે ટ્રેન રોકનારા વ્યકિતઓની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...