તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા પંથકનું રેલવે સ્ટેશન 20 વર્ષથી બંધ, રેલવે સુવિધાના નામે મીંડુ

અમરેલી2 મહિનો પહેલા

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથક એટલે જિલ્લાનો ઉદ્યોગ વિસ્તાર છે. અહીં મસમોટી કંપનીઓ ધમધમી રહી છે. પરંતુ સુવિધાના નામે મીંડુ જોવા મળી રહ્યું છે. છેલ્લા 20 વર્ષથી રાજુલા શહેરનું રેલવે સ્ટેશન ધૂળ ખાઇ રહ્યું છે.

શહેરના સીટી વિસ્તારમાં વર્ષોથી તૈયાર રેલવે સ્ટેશન બંધ પડ્યુ છે

રેલવે સ્ટેશન જાણે શોભા ના ગાઢીયા સમાન જોવા મળી રહ્યુ છે. અહીં રાજુલા પીપાવાવ કોસ્ટલ વિસ્તાર આસપાસ કંપનીના કારણે દેશ-વિદેશના પરપ્રાંતી માણસોનો પણ વસવાટ છે. જેથી પેસેન્જર ટ્રેન શરૂ થાય તો રેલવે તંત્રને પણ સારી એવી આવક થાય તેમ છે. અને શહેરીજનો અને આસપાસના લોકોને રેલવે સુવિધા મળે તેમ છે. શહેરના સીટી વિસ્તારમાં વર્ષોથી તૈયાર રેલવે સ્ટેશન બંધ પડ્યુ છે. ટ્રેન શરૂ થવાથી સમગ્ર વિસ્તારને પડતી મુશ્કેલી દૂર થાય તેમ છે. સાથે સાથે સ્થાનિક, રાજકીય, સામાજિક સંસ્થા તથા આમ નાગરિકો દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી અને લેખિત, મૌખિત રજૂઆતો કરાઇ છે. પરંતુ હજુ સુધી કોઈ પરિણામ મળ્યુ નથી.

રાજુલા શહેરને અડીને ગુડ્સ ટ્રેન દિવસમાં 20 વખત પસાર થાય છે

હાલમાં રેલવે સ્ટેશન ધૂળ ખાઇ રહ્યું છે. શહેરી વિસ્તારના લોકોની એકજ માંગ છે કે રાજુલા રેલવે સ્ટેશન શરૂ કરી પેસેન્જર ટ્રેન તાકીદે શરૂ થાય. હાલમા રાજુલા પંથકના લોકોને 10 થી 12 કિમી બર્બટાણા જંકશન સુધી જવુ પડે છે. અને ત્યાંથી રેલવે સિવિધા મળે છે. મહત્વની વાત એ છે કે રાજુલા શહેરથી અડધો કિમી પણ દૂર નથી. ત્યાં થી ગુડ્સ ટ્રેન દરોજની 20 જેટલી પીપાવાવ પોર્ટમાં ચાલે છે. જેથી પોર્ટને ખૂબ મોટી કમાણી છે. પરંતુ ઉધોગગૃહને ગુડ્સ ટ્રેન દરરોજ નિયમિત મળે છે. રાજુલા શહેરને પેસેન્જર ટ્રેન મળતી નથી. દરોજ રાજુલા શહેરને અડીને ગુડ્સ ટ્રેન દિવસમાં 20 વખત પસાર થાય છે.

જાણો શું કહે છે રાજુલાની પ્રજા

રાજુલા શહેરના નાગરિક ચિરાગ જોશીએ દિવ્યભાસ્કર ડીજીટલ સાથે વાતચીત કરતા કહ્યું 20 વર્ષથી રેલવે સ્ટેશન બંધ કરી દીધુ છે. ખૂબ મોટો ઇન્ડટ્રી એરિયા છે. અનેક વખત રજૂઆતો કરી પરંતુ પરિણામ મળતું નથી. ખાસ તો પેસેન્જર સુવિધા નથી તે મળવી જોઈએ. પીપાવાવ માલગાડી આવે છે તો પેસેન્જર ટ્રેન કેમ નહીં.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે લેખિત રજૂઆતો કરી

ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ બકુલ વોરાએ દિવ્યભાસ્કર ડીજીટલ સાથે વાતચીત કરતા કહ્યું પેસેન્જર ટ્રેન શરૂ થાય તો સમગ્ર વિસ્તારને એક મોટી સુવિધા મળે તેમ છે. અત્યારે બર્બટાણા ખૂબ દૂર થાય છે. મે તો રેલવે તંત્રને વારંવાર લેખિત મૌખિત રજૂઆતો કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો