તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકીય ડ્રામા:રાજુલામાં રેલવે વિવાદ આગળ આવ્યો, ધારાસભ્યે આજે છાવણી શરૂ કરી પ્રશ્નનો નિરાકણ ન આવે ત્યાં સુધી ઉપવાસ પર બેસવાની જીદ કરી

અમરેલી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસ ભાજપની આક્ષેપ બાજીઓ શરૂ થઈ મુદ્દો રાજકીય બનતા શહેરભરમાં ટોફ ઓફ ધ ટાઉન

અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરની માર્કેટિંગ યાર્ડ સામે આવેલા રેલવે વિભાગની જમીન નગરપાલિકાને આપવાની માંગ સાથે મુદ્દો ચરમસીમા પર કોંગ્રેસ દ્વારા પહોચાડયો છે. અહીં કોંગ્રેસ સાશિત નગરપાલિકા દાવો કરે છે વિકાસના કામો કરવા છે. ગાર્ડન જેવા વિકાસના કામો કરવા છે. જ્યારે 4 દિવસ થી રાજકીય ડ્રામા તેજ બન્યો છે. જેમાં રાજુલામાં રેલવે વિવાદ આગળ આવ્યો છે. તેમાં ધારાસભ્યે આજે છાવણી શરૂ કરી પ્રશ્નનો નિરાકણ ન આવે ત્યા સુધી ઉપવાસ પર બેસવાની જીદ કરી છે.

આ મુદ્દે કોઈ નિરાકણ ન આવે ત્યાં સુધી અંબરીશ ડેર ઉપવાસ કરશે
પ્રથમ ઘટનામાં ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા કામ અટકવાવ માટે વચ્ચે સુઇ જઇ બંધ કરાવ્યુ હતુ. જ્યારે બીજા દિવસે રેલવે પોલીસના મોટા કાફલા સાથે આવી રેલવે બેરીકેટ લગાવી તેમની જમીન પર કબ્જો કરી દીધો છે. જ્યારે આ વચ્ચે ધારાસભ્ય અંબરીશ ડેર વચ્ચે પહોંચતા પોલીસે અટકાયત કરી ડિટેઇન કર્યા હતા. જેમાં સાંજે પોણા 6 વાગે રાજુલા પોલીસે મુક્ત કર્યા હતા. જોકે ગઈકાલથી અંબરીશ ડેરે દાવો કર્યો છે કે મારા ઉપવાસ શરૂ થઈ ગયા છે. આજે ફરી ઉપવાસ પર બેઠા છે. જેમાં ધારાસભ્ય અંબરીશ ડેર અને કેટલાક પાલિકાના સદસ્યોએ રેલવેની જગ્યા સામે મોરચો માંડ્યો છે. જ્યાં સુધી આ મુદ્દે કોઈ નિરાકણ ન આવે ત્યા સુધી ધારાસભ્ય અંબરીશ ડેર ઉપવાસ કરશે.

નોન યુઝ પડેલી જગ્યા કોંગ્રેસ પાલિકામાં હોવાને લીધે આપતા નથી
ધારાસભ્ય અંબરીશ ડેરે જણાવ્યું છે કે જ્યાં સુધી આ મુદ્દે નિરાકણ ન આવે ત્યાં સુધી ઉપવાસ શરૂ રહેશે. મારા ઉપવાસ કાલે પોલીસ સ્ટેશન લઈ ગયા ત્યારથી શરૂ છે. અને હજુ ચાલુ જ છે. સાંસદ અને પૂર્વ ધારાસભ્ય દબાણ કરે છે અહીં નોન યુઝ જગ્યા છે. અહીં બગીચો, વોક વે, સાયકલ ટ્રેક, ચિલ્ડ્રન પાર્ક, સિનિયર સીટીઝન પાર્ક નગરપાલિકાને કરવું છે. આ નોન યુઝ પડેલી જગ્યા કોંગ્રેસની પાલિકા હોવાને લીધે આપતા નથી. એટલે વિવાદિત બાબતે લડવુ પડ્યું છે. 300 વારની જગ્યા ખુલી મુકવાથી લોકોને પરેશાનીમાંથી પણ મુક્તિ મળશે. અહીં 6 સ્કૂલો આવેલી છે. 3 હોસ્પિટલ પણ આવેલી છે. દર્દી, વિદ્યાર્થીઓ પણ પરેશાન છે.

પાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તેની તપાસ કરવી જોઈએ
રાજુલા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ રવુભાઈ ખુમાણે જણાવ્યું છે કે કોંગ્રેસ શાસિત નગરપાલિકા શહેરમાં પડેલા પ્રશ્નનો અંગે ધ્યાન આપે. સમગ્ર શહેરની સ્ટ્રીટ લાઈટ બંધ છે. વિધાન સભાની ચૂંટણીના ધારાસભ્ય દ્વારા 12 મુદ્દાના વચન અપાયા તે પૂર્ણ કરવામાં ધ્યાન આપે. બગીચા શહેરમાં 2 આવેલા છે. પાલિકામાં કેટલો ભ્રષ્ટાચાર થાય છે તેની તપાસ કરવી જોઈએ. કેન્દ્ર સરકારની આટલી જમીન માટે મોટો વિવાદ અને રેલવે સાથે ઘર્ષણમાં ન પડવું જોઈએ. જાફરાબાદ રોડે સાઇકલ ટ્રેક બનાવવાની જાહેરાત કરી તે પુરી કરો લોકો રાહ જુવે છે. આ વાવાઝોડાની તારાજી અને કોરોના કાળમાં લોકોની મદદ માટે કામે લાગી જાવ તેવુ પ્રજા પણ ઈચ્છે છે. ભાજપ હંમેશા વિકાસના કામોમાં શહેરીજનો સાથે જ ઉભું છે અને ઉભું રહેશે. ભાજપ ઉપર ખોટા આક્ષેપો કરે તે પાયાવિહોણી વાત છે.

અન્ય સમાચારો પણ છે...