રેલ્વે દ્વારા હવે મોટાભાગના ટ્રેક ઇલેક્ટ્રીફાઇડ બનાવી દેવાયા છે. ત્યારે આજે રેલ સત્તાવાળાઓએ લોકોને ઇલેક્ટ્રીફાઈડ ટ્રેક નજીક પતંગ ન ચગાવવા અપીલ કરી છે. કારણ કે તેનાથી જીવનું જોખમ પણ સર્જાઈ શકે છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા આજે ખાસ કરીને યુવા વર્ગને આ અપીલ કરવામાં આવી હતી. મકરસંક્રાંતિનો તહેવાર માથે છે અને લોકો અત્યારથી જ પતંગ ચગાવી રહ્યા છે. પરંતુ રેલવેના જે ટ્રેક વીજળીથી ટ્રેનોને ચલાવી રહ્યા છે તે સ્થળ પતંગની દોરીથી અકસ્માતનું સ્થળ બની શકે છે. ઈલેક્ટ્રીફાઈડ રેલ્વે ટ્રેક પાસે પતંગ ઉડાડવી જોખમી છે.
ઉત્તરાયણ તહેવારમાં સામાન્ય રીતે 08 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી સુધી વિદ્યુતીકૃત પાટાઓની પાસેની જગ્યાએ લોકો દ્વારા સૌથી વધારે પતંગ ઉડાવવામાં આવે છે. ચાલતી ગાડીઓ તેમજ OHEના વિજળીના તારમાં મોટી સંખ્યામાં પતંગ અને દોરી વિટોળાય જાય છે. ઘણી દોરી ચીની ધાતુઓથી બનેલી હોય છે. આ દોરી વિજળી વાહક અને બહુ ધારદાર હોય છે આ ધાતુની દોરીથી સામાન્ય માણસો તેમજ રેલ કર્મચારિયોને વિજળીનો શોક લાગી શકે છે. વિદ્યુતીકૃત પાટાઓની પાસેની જગ્યાએ પતંગ ઉડાડવી ખતરનાક થઈ શકે છે‚ અને માણસોને વિજળી નો કરંટ લાગી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.