AAPના ગુજરાત પ્રભારીનું નિવેદન:રાઘવ ચઢ્ઢાએ અમરેલીની મુલાકાત કરી,કહ્યું, અહીંના દિગ્ગજ નેતાઓ હોવા છતાં જિલ્લાનો વિકાસ નથી થયો

અમરેલી2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાનું ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષોએ ચૂંટણીને લઈ પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જીતવા જોર લગાવી રહી છે. ત્યારે આજે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત આપના પ્રભારી રાજીવ ચઢ્ઢાએ અમરેલીની મુલાકાત કરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજીવ ચઢ્ઢાએ કહ્યું હતું કે, અમરેલીમાં દિગ્ગજ નેતાઓ હોવા છતા જિલ્લાનો જોઈએ એટલો વિકાસ થયો નથી.

અમરેલી સર્કિટ હાઉસ ખાતે આજે આમ આદમી પાર્ટીની પ્રેસકોન્ફ્રન્સ યોજાય હતી. જેમાં આમ આદમી પાર્ટીના રાજયસભાના સાંસદ અને ગુજરાત આપના પ્રભારી રાઘવ ચઢ્ઢા,ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને અમરેલી સ્થાનિક આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રભારી રાઘવ ચઢ્ઢાએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતુ ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકારે અમરેલી જિલ્લાને જાણી જોઈને પછાત રાખ્યો છે. ભાજપે સોતેલુ સૌરાષ્ટ્ર બનાવ્યું હતું પરંતુ અમે અમારું સૌરાષ્ટ્ર બનાવીશું. અમરેલી જિલ્લાએ ગુજરાત અને દેશને અનેક ધારાસભ્યો સાંસદો અને મંત્રીઓ આપ્યા છે. પરંતુ આ નેતાઓ એ અમરેલી જિલ્લાને કશુંજ આપ્યું નથી ભાજપ સમજી ગઈ છે કે 2022ની વિધાન સભા ચૂંટણીની રેસમાં આપ ભાજપથી થોડી આગળ નીકળી ગઈ છે. ગુજરાતના લોકોને જેટલી વેપારીની સમજ એટલી સમજ કોઈનામાં નથી હવે ગુજરાતના લોકો કોંગ્રેસ અને ભાજપના 62 વર્ષના શાસનને ઉખાડીને ફેંકી દે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપો દિલ્હી અને પંજાબના લોકોએ દશકો જૂની પરંપરાગત પાર્ટીઓને ઉખેડી ફેંકી દીધી અને નવી રાજનીતિક પાર્ટી આમ આદમી પાર્ટીને મોકો આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...