ફંડ:મોટા દેવળીયાના રાધિકા સખી મંડળે 12 લાખનુ ફંડ ઉભું કર્યું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સરકારની મિશન મંગલમ યોજના હેઠળ મોટા દેવળીયાના રાધિકા સખી મંડળે સફળતાના શિખરો સર કર્યા છે અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનુ કાર્ય કર્યુ છે. મહિલાઓએ તેમની 100-100 રૂપિયાની બચતની શરૂ કરેલા રાધિકા સખી મંડળમા 12 લાખનુ ફંડ ઉભુ કરાયુ છે.અમરેલી જિલ્લાના મોટા દેવળીયા ગામના રાધિકા સખી મંડળની સાફલ્ય ગાથા રાધિકા સખી મંડળના સંચાલક મનિષાબેન ગાજીપરાએ જણાવી હતી. રાજ્ય સરકારની મિશન મંગલમ યોજના અંતર્ગત આ સખી મંડળને પાંચ હજારનુ રિવોલ્વીંગ ફંડ મળ્યું હતું અને આ બહેનોએ તેમની મહેનત અને ધગશથી વિવિધ ઉત્પાદો અને તાલીમ દ્વારા આ સખી મંડળને રૂપિયા 12 લાખનુ ફંડ ધરાવતુ મંડળ બનાવ્યું છે.તેમણે વધુમા જણાવ્યું હતુ કે અમે મહિલાઓએ તેમની 100-100 રૂપિયાની બચતથી સખી મંડળની શરુઆત કરી હતી. ત્યારબાદ એસ.બી.આઈ. આર.એસઈ.ટી.ઈ. અંતર્ગત બેંક સખી સહિતની તાલીમ આપવામાં આવી હતી. આજે હું ટ્રેનર તરીકે કાર્ય કરું છું અને અમે રૂપિયા 12 લાખનું ફંડ ઊભું કર્યુ છે. સખી મંડળની બહેનોને તાલીમ દ્વારા આત્મવિશ્વાસ મળ્યો છે. અને આજે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અમે ઉત્પાદનો વેચી રહ્યા છીએ. અમે સખી મેળાઓમાં અને પ્રદર્શનોમાં પણ ભાગ લઈએ છીએ અને અમારા મંડળની બહેનો મહિને રૂપિયા 5 થી 6 હજારની આવક મેળવી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...