વર્ષાેની યાતનાનાે અંત:અમરેલીની બ્રાહ્મણ સાેસાયટીના રાેડનું કામ શરૂ

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમા બ્રાહ્મણ સાેસાયટી વિસ્તારમા વર્ષાેથી રાેડ તુટેલી હાલતમા હાેય અને ચાેમાસામા તાે ચાલી શકાય તેવી સ્થિતિ રહી ન હાેય સ્થાનિક લાેકાેની રજુઆત બાદ આજે આખરે પાલિકા દ્વારા અહી રસ્તાના કામનાે આરંભ કરવામા આવ્યાે હતાે.બ્રાહ્મણ સાેસાયટીમા દીકરાના ઘરના પ્રવેશદ્રાર નજીકથી જ આગળની સાેસાયટીમા જતાે રસ્તાે તદ્દન તુટી ગયેલી હાલતમા હતાે. અહી ખાેડિયાર નગર તથા ગાેપાલનગર-1 અને 2 તરફ જતા રસ્તા પર વાહન લઇને તાે ઠીક પણ પગપાળા પણ ચાલવુ મુશ્કેલ હતુ. જયારથી ભુગર્ભ ગટરનુ કામ શરૂ થયુ ત્યારથી આ રસ્તેા તાેડી નખાયા બાદ નવાે બનાવાતાે ન હતાે. આ અંગે જાગૃત નાગરિકાેએ પાલિકામા રજુઆત કરી હતી. જેને પગલે આજે આ વિસ્તારના પાલિકા સદસ્ય હરપાલભાઇ ધાધલ, રાેહિતભાઇ ઘંટીવાળા, ભાવનાબેન ઘંટીવાળા, કિરણબેન વામજા, સમીરભાઇ જાની, રીતેશભાઇ ઉપાધ્યાય વિગેરેએ આ મુદે સતત રજુઆત કરી હતી. ગાેવિંદભાઇ ટીંબડીયા, મહેન્દ્રભાઇ જાેશી, જશુબેન સાકરીયા, કમલેશભાઇ ગરણીયા, દિગંતભાઇ ભટ્ટ વિગેરેની ઉપસ્થિતિમા અહી નવાે રસ્તાે બનાવવાના કામનુ ખાતમુર્હુત કરાયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...