હાલાકી:અમરેલી જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા માટે કતાર

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બે સિસ્ટમ વધુ લગાડવાની પ્રક્રિયા શરૂ કરાઇ - Divya Bhaskar
બે સિસ્ટમ વધુ લગાડવાની પ્રક્રિયા શરૂ કરાઇ
  • ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ 500 અરજદાર ઉમટે છે

અમરેલીમાં જનસેવા કેન્દ્ર ખાતે આવકના દાખલા મેળવવા માટે આજે અરજદારોની લાંબી લાઈનો લાગી હતી. અહી આયુષમાન ભારત અને માં અમૃતમ કાર્ડ કાઢવા માટે આવકના દાખલાની જરૂર પડી રહી છે. જેના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ 500 જેટલા અરજદારો ઉમટી પડે છે. અમરેલી જનસેવા કેન્દ્ર ખાતે સામાન્ય દિવસોમાં દરરોજ 250 થી 300 જેટલા અરજદારો આવતા હોય છે. પણ અત્યારે માં અમૃતમ અને આયુષમાન ભારત કાર્ડ કાઢવાની પ્રક્રીયા શરૂ છે.

જેમાં આવકના દાખલાની જરૂર પડે છે. જેના કારણે અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી હવે આવકાના દાખલા મેળવવા માટે દરરોજ 500 જેટલા અરજદારો જનસેવા કેન્દ્ર ખાતે આવી પહોંચે છે. .અરજદારો વહેલી સવારથી આવી જાય તો પણ તેમનો એક દિવસમાં દાખલો નીકળતો નથી. અને બીજા દિવસે ધક્કા ખાવા પડે છે. ટોકન મેળવ્યા બાદ પણ આખો દિવસ લાઈનમાં ઉભું રહવું પડે છે. અને એક આવકના દાખલા માટે અનેક પ્રકારની તકલીફો વેઠવી પડે છે.

જનસેવા કેન્દ્રના એસ.માંજરીયાએ જણાવ્યું હતું કે માં અમૃતમ કાર્ડની કામગીરી ચાલી રહી છે. જેના કારણે આવકના દાખલા માટે અરજદારોની ભીડ ઉમટી રહી છે. આ અંગે પ્રાંત અધિકારીને બે સીસ્ટમ નવી લગાડવા માટે જાણ કરવામાં આવી છે. આગામી દિવસોમાં અહી બે સીસ્ટમ વધુ લગાડવામાં આવશે.

સવારના 10 વાગ્યા આવ્યા પણ બે વાગ્યે વારો ન આવ્યો
જનસેવા કેન્દ્ર ખાતે આવેલા અરજદારે જણાવ્યું હતું કે સવારે 10 વાગ્યાથી આવકના દાખલા મેળવવા માટે આવ્યા છે. પણ બપોરના બે વાગ્યા છે. પણ હજુ સુધી વારો આવ્યો નથી.> અરજદાર,

અન્ય સમાચારો પણ છે...