• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Questions Were Raised Against The Extremely Poor Construction Of The Coastal Defense Wall, 'What Is The Task Of The Executive And The Team To Supervise The Works? Or Later'?

ભરત કાનાબારનું ટ્વીટ:દરિયા કાંઠાની સંરક્ષણ દીવાલમાં અતિ નબળા બાંધકામ સામે સવાલો ઉઠાવ્યા, 'કામોનું સુપરવિઝન કરવાનું છે તે કાર્યપાલક અને ટીમ શું ઉઘે છે? કે પછી'?

અમરેલી13 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકાના ખેરા ગામ જે દરિયા કાંઠે આવેલું ગામ છે અહીં 7 કરોડના ખર્ચએ સંરક્ષણ દિવાલના અતિ નબળા બાંધકામ સામે અવાજ સ્થાનીક લોકોની રજુઆત અમરેલી ભાજપ નેતા ડો.ભરત કાનાબારના ધ્યાનમાં આવતા તેમના દ્વારા ટ્વીટ કર્યું છે અહીં નબળી ગુણવત્તા નું કામ થતું હોવાનો ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે અહીં તાલુકા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત ઉપપ્રમુખ જિલ્લા પંચાયત સદસ્ય અને સરપંચ દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છતાં કોઈ કાર્યવાહી તપાસ નહિ થતા અંતે અમરેલી ભાજપ નેતા દ્વારા ટ્વીટ કરી સવાલો ઉઠાવતા ખળભળાટ મચી ગયો છે

અમરેલી ભાજપ નેતાનું ટ્વીટ
અમરેલી ભાજપના વરિષ્ઠ નેતા ડો.ભરત કાનાબાર દ્વારા ટ્વીટ કર્યું રાજુલાના ખેરા ગામના આગેવાનોને અભિનંદન જેમણે દરિયાના પાણીથી ખેતીલાયક જમીનોને થતું નુકસાન અટકાવવા 7 કરોડને ખર્ચ બની રહેલ સરક્ષક દીવાલના અતિ નબળા બાંધકામ સામે અવાજ ઉઠાવ્યો છે અહીં પ્રશ્નન એ છે કે આ કામોનું સુપરવિઝન કરવાનું છે તે કાર્યપાલક અને તેમની ટીમ શુ ઊંઘે છે? કે પછી?? આ પ્રકારના સવાલો ઉઠાવ્યાં છે.
ભાજપ અગ્રણીઓ નબળા કામ અંગે આગળ આવ્યાં
અહીં જિલ્લા પંચાયત સદસ્ય ભાનુબેન વિક્રમભાઈ શિયાળ,તાલુકા પંચાયત સદસ્ય હરિભાઈ બારૈયા,તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજાભાઈ શિયાળ,ખેરા ગામના સરપંચ દ્વારા લેખિતમાં ક્ષાર અને અંકુશ વિભાગના કાર્યપાલક સ્થાનિક ધારાસભ્ય સહિત જવાબદાર વ્યક્તિઓને રજૂઆતો કરવામાં આવી છે સમગ્ર કામ અંગે નબળી ગુણવત્તાનું મટીરયલ વાપરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...