હુમલો:ખાંભામાં 12 ફૂટ લાંબો મહાકાય અજગર ઘરમાં ઘૂસ્યો, મહિલાને ભરડામાં લેતા અફરાતફરીનો માહોલ, વન વિભાગે મહિલાને છોડાવી હોસ્પિટલ ખસેડી

ખાંભા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંભામાં મહિલાને અજગરે ભરડામાં લેતા 108 મારફત સારવારમાં ખસેડાઈ - Divya Bhaskar
ખાંભામાં મહિલાને અજગરે ભરડામાં લેતા 108 મારફત સારવારમાં ખસેડાઈ
  • 108ની ટીમે સ્થળ પર મહિલાની સારવાર આપ્યા બાદ હોસ્પિટલ ખસેડતા જીવ બચી ગયો

ખાંભામાં છેવાડાના વિસ્તારમાં એક મકાનમાં 12 ફૂટ લાંબો મહાકાય અજગર ઘૂસી આવ્યો હતો. ઘરમાં કામ કરી રહેલા લાભુબેન શંભુભાઈ ચૌહાણ (ઉ.વ.55)ને અજગરે ભરડામાં લીધા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસમાં રહેતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. જો કે, વન વિભાગે લાભુબેનને અજગરના ભરડામાં છોડાવ્યા હતા. બાદમાં 108 મારફત તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

108ની ટીમે સ્થળ પર મહિલાની સારવાર આપવાનું શરૂ કર્યુ હતું
108ની ટીમે અજગર ભરડામાં ઈજાગ્રસ્ત બનેલી મહિલાને સ્થળ પર જ સારવાર આપવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સમયસર સારવાર મળી જતા મહિલાનો જીવ બચી ગયો હતો. વન વિભાગે અજગરનું રેસ્કયુ કરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો હતો. જો કે, ખાંભાના છેવાડાના વિસ્તારોમાં હિંસક પ્રાણીઓનો આતંક રહે છે ત્યારે અજગર આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

9 દિવસ પહેલા ઉનાના મોલી ગામમાં ખેતરમાં કામ કરતી મહિલા પર સિંહે હુમલો કર્યો હતો
ગીર સોમનાથ જિલ્લાના ઉનાના મોલી ગામમાં 9 દિવસ પહેલા રાત્રે ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર સિંહે પાછળથી હુમલો કર્યો હતો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યાં હતાં. ખેતરમાં કામ કરી રહેલી મહિલા પર સિંહે માથાના ભાગે હુમલો કર્યો હતો. જેથી મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જો કે મહિલાના પતિએ બચાવ કર્યો હતો અને લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યાં હતા.

(હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા)