તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:પીપાવાવના કન્ટેઇનરમાંથી પમ્પ, ટાયર મળી રૂા. 3.64 લાખની ચાેરી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મેનેજર અને સુપરવાઇઝર સામે મરીન પાેલીસમાં ફરિયાદ

રાજુલાના રામપરા-2 ગામ નજીક પીપાવાવ પાેર્ટના ગેઇટ નં-1 પાસે પાર્કિંગમા કન્ટેઇનરમાથી પમ્પ અને ટાયર મળી કુલ રૂપિયા 3.64 લાખની ચાેરી થતા અા બારામા ટ્રાન્સપાેર્ટ પેઢીના કર્મચારીઅે મેનેજર અને સુપરવાઇઝર સામે મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

ચાેરીની અા ઘટના પીપાવાવ પાેર્ટ ગેઇટ નં-1 પાસે બની હતી. અંકુરભાઇ પ્રદિપભાઇ બંસલ (ઉ.વ.35) નામના ટ્રાન્સપાેર્ટ પેઢીના કર્મચારીઅે મરીન પીપાવાવ પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેઅાે ટ્રાન્સપાેર્ટ પેઢી ચલાવતા હાેય તેમણે મેનેજર તરીકે વેદપ્રકાશ શ્રીમુખરામ તથા સુપરવાઇઝર તરીકે સંજય ધનપતરામ બેનીવાલને નાેકરી પર રાખ્યા હતા. લાેકડાઉનના કારણે પાછલા ત્રણેક માસથી ડ્રાઇવર મળતા ન હાેય જેના કારણે અહી 41 કન્ટેઇનર પાર્કિંગમા રખાયા છે. તેની દેખરેખ રાખવા બંનેને નાેકરીઅે રાખ્યા હતા.

અંકુરભાઇને અહીના ડ્રાઇવર ઉપેન્દ્રભાઇઅે ફાેન કરી કન્ટેઇનરમાથી પમ્પ અને ટાયરની ચાેરી થયાનુ જણાવ્યું હતુ. જેથી તેમણે વેદપ્રકાશ અને સંજયને ફાેન કર્યાે હતાે. જાે કે બંનેઅે ઉડાઉ જવાબ અાપ્યાે હતાે. જાે કે તેમણે તપાસ કરતા અા બંનેઅે જ ચાેરી કરી હેાવાનુ જણાતા તેમણે મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ અે.જી.માેરી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો