અમરેલી જિલ્લામા વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસ દ્વારા ઝુંબેશ હાથ ધરવામા આવી છે. જે અંતર્ગત આજરોજ દામનગર પોલીસ મથક ખાતે લોક દરબારનુ આયોજન કરાયુ હતુ. દામનગર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એસ. જી. ગોહિલના અધ્યક્ષસ્થાને લોકદરબાર યોજાયેલા લોક દરબારમા હાજર લોકોને શાહુકાર ધારાની જોગવાઈ વિરુદ્ધ બિન પરવાને નાણા ધીરધાર કરી ઉંચા વ્યાજ વસુલ કરતા, ડાયરી ચલાવતા પઠાણી વ્યાજ વસુલાતના ચક્રમાં ફસાતા નાના ધંધા રોજગાર કરતા શ્રમિક ગરીબ પરિવારોએ કોઈ પણ ડર કે ભય વગર પોલીસનો સંપર્ક કરવા આહવાન કરાયુ હતુ.
શાહુકાર ધારાની જોગવાઈ વિરુદ્ધ નાણાં ધીરધાર કરતા વિરુદ્ધ મનીલોન્ડરીંગ હેઠળ કડક કાર્યવાહીની ચેતવણી આપતા પીએસઆઈ એસ. જી. ગોહિલ દ્વારા ગેરકાયદેસર ધીરધાર અને આર્થિક ગુના અંગે વિસ્તૃત સમજ સાથે લોકોને અવગત કર્યા હતા. આ ઉપરાંત તેમણે ખાનગી કે સરકારી કચેરીઓ દ્વારા શહેરના વિવિધ જાહેર સ્થળો વ્યુહાત્મક જગ્યાઓ, સાંકડી બજારો, પબ્લિક પ્લેસમાં વધુને વધુ સીસીટીવી કેમરાથી સુસજ્જ કરવા પણ અનુરોધ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.