વધુ મતદાન માટે પ્રયાસ:અમરેલીના વડીયા નગરમાં જાહેર સ્થળો પર (મતદાન) "ભૂલતા નહિ" ટીઝર દ્વારા લોકોને જાગૃત કરાયા

અમરેલી17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની સામાન્ય ચૂંટણી - 2022 અંતર્ગત અમરેલી જિલ્લામાં તા.1 ડિસેમ્બર,2022ને ગુરુવારના રોજ મતદાન થશે. આ દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાના 95- અમરેલી-વડીયા-કુંકાવાવ મતવિસ્તારમાં નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા (મતદાન) "ભૂલતા નહિ" ટીઝર દ્વારા મતદાન માટે જાગૃત્ત કરવામાં આવ્યાં છે. વડીયા નગરમાં વધુમાં વધુ નાગરિકોની અવર-જવર થતી હોય તેવા જાહેર સ્થળો પર (મતદાન) "ભૂલતા નહિ" ટીઝર એ નાગરિકોને મતદાન માટે પ્રેરિત કરી વધુમાં વધુ મતદાન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

ચૂંટણીમાં ફરજ બજાવનારા માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા
વિધાનસભા સામાન્ય ચૂંટણીનું પ્રથમ ચરણનું મતદાન તા.01/12/2022ના યોજાશે. પ્રથમ ચરણના મતદાનમાં સમાવિષ્ઠ અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણીમાં ફરજ બજાવનારા અધિકારીઓ, કર્મચારીઓ મતદાનની ફરજ બજાવી શકે તે માટે ટપાલથી મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 95-અમરેલી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન સમયે ફરજ બજાવનાર અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ્સ, ચૂંટણી કામે સંપાદન કરવામાં આવેલા વાહનના ચાલકો, કંડકટર, ક્લીનર, હેલ્પર તથા ચૂંટણી ફરજ પર હોવાના કારણે પોતાના મતદદાન મથકે મત આપી શકે તેમ ન હોય તેવા તમામ કર્મયોગીઓ માટે આગામી તા.21 અને તા.22 નવેમ્બર દરમિયાન ટપાલથી મતદાન કરી શકશે.
ફેસીલીટેશન સેન્ટરના ઇન્ચાર્જની પણ નિમણુક કરાઈ
95-અમરેલી વિધાનસભા મત વિસ્તારના મતદાન માટે લેઉવા પટેલ શૈક્ષણિક સંકુલ, ચક્કરગઢ રોડ અમરેલી ખાતે સવારે 9.00સાંજે 6.30 વાગ્યા સુધી મતદાન કરી શકશે. મતદાન પ્રક્રિયા સુચારું રુપે થઈ શકે તે માટે જરૂરી કર્મચારીઓ અને ફેસીલીટેશન સેન્ટરના ઇન્ચાર્જની પણ નિમણુક કરવામાં આવી છે. આ મતદાન મથકે ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે ચૂંટણી અધિકારી અમરેલી વિધાનસભા મત વિસ્તાર-વ-પ્રાંત અધિકારીએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...