તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમરેલી જિલ્લાના બગસરા શહેરમા આવેલા નદીપરા વિસ્તાર ના માર્ગે ભારે વાહનોની અવર જવર કરતા હોવાને કારણે સ્થાનિકો ભારે પરેશાન છે અહીં રહેણાંક વિસ્તાર અને રહીશોની અવર જવરના કારણે વાંરવાર નાના મોટા અકસ્માતની ઘટના બની રહી છે છતા તંત્ર દ્વારા કોઈ નિર્ણય નહિ કરતા આખરે આજે બીજી વખત સ્થાનિક મહિલાઓનું ટોળુ માર્ગ પર આવી ચક્કાજામ કર્યો હતો. જ્યારે અહીં આ પ્રશ્ન બાબતે વાંરવાર રજૂઆતો સ્થાનીક તંત્ર ને કરાય છે પરંતુ કોઈ નિરાકરણ નથી આવતુ જેના કારણે મહિલાઓમા રોષ ફાટી નીકળ્યો છે.
જ્યારે મહત્વ ની બાબત એ છે બગસરા માં બાયપાસ હોવા છતા શહેર માંથી ભારે વાહનો પસાર થાય છે તેના કારણે વધુ રોષ જોવા મળી રહ્યો છે આજે અહીં રસ્તા વચ્ચે મહિલા ઓ ઉભા રહી 'હમારી માંગે પુરી કરો'ના સૂત્રોચ્ચાર સાથે નારાજગી દર્શાવી હતી અને રોષ વ્યકત કર્યો છે.
સ્થાનિક યુવતી નર્દીસરા પઠાણ એ કહ્યું રોષ સાથે અમે કેટલી વખત તંત્ર ને અરજીઓ આપી અગાવ 1 બાળકનો અકસ્માત થયો હતો. મહેરબાની કરી ભારે વાહનો બંધ કરો તમને હાથ જોડીએ છીએ આજે અમે ચક્કાજામ કર્યું છે, કેટલીક વખત અરજી કરવી અમારે અમારી ઊંઘ પણ હરામ થઈ છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.