• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Protest Against Government's Decision To Allow Ayurvedic Doctor To Undergo Surgery, All Private Hospitals In The District Closed

હડતાળ:આર્યુવૈદિક તબીબને સર્જરીની મંજુરી આપતા સરકારનાં નિર્ણય સામે વિરોધ, જિલ્લાની તમામ ખાનગી હાેસ્પિટલાે બંધ

અમરેલી/સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કેશોદમાં તબીબોની હડતાળ, આવેદન અપાયું
  • સીસીઆઇએમ એકટમા ફેરફારના વિરાેધમાં તબીબાે સેવાથી અળગા રહ્યાં
  • વેરાવળમાં ખાનગી તબીબોએ ઓપીડી સેવા ઝડબેસલાક બંધ રાખી

કેન્દ્ર સરકાર દ્વારા સીસીઆઇએમ એકટમા ફેરફારનાે નિર્ણય અને નિતી આયાેગની નિમાયેલી કમિટીઆેના વિરાેધમા આજે અમરેલી જિલ્લામા ઇન્ડિયન મેડીકલ એસાેસિએશન દ્વારા અપાયેલા બંધના એલાનને પગલે સવારથી સાંજે છ સુધી તમામ ખાનગી દવાખાના બંધ રહ્યાં હતા. તાજેતરમાં સરકારે આયુર્વેદ તબીબોને પણ અનુસ્નાતક કક્ષાએ આવી સર્જરીની મંજૂરી આપી છે. આનાથી બહોળા ક્ષેત્રે પ્રયોજાતાં એલોપથી પ્રેક્ટિસ કરતાં તબીબોમાં નારાજગી હોય એ પણ સ્વાભાવિક છે. આમ પણ આ એલોપથી પ્રેક્ટિસ કરતાં તબીબોનું એવું પણ માનવું છે કે આ નિર્ણયથી દર્દીઓની જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. અને તબીબી વિજ્ઞાનનો સ્પષ્ટ નિયમ છે કે સૌથી પહેલાં દર્દીઓનાં જીવન અને આરોગ્ય સુરક્ષિત રાખવા શ્રેષ્ઠતમ પ્રયત્ન કરવા.

આમ સરકારના આવા નિર્ણયથી નારાજ થઈને આજે તબીબાે હડતાલમા જાેડાયા હતા. અમરેલીમા પણ સવારથી સાંજ સુધી ખાનગી હાેસ્પિટલાે બંધ રહી હતી. જાે કે ઇમરજન્સીમા દર્દીઆેને મુશ્કેલી ન પડે તે માટે સેવા શરૂ રાખવામા આવી હતી. આ ઉપરાંત સાવરકુંડલામા પણ તમામ ખાનગી દવાખાના સવારથી જ બંધ રહ્યાં હતા. અહી કાેવિડ સહિત ઇમરજન્સી સેવા ચાલુ રાખવામા આવી હતી. તેમ સાવરકુંડલાના ડાે.જીતેન્દ્રભાઇ વડેરાએ જણાવ્યું હતુ કે તમામ તબીબાેએ આ નિયમ પરત ખેંચવા માંગ ઉઠાવી હતી. અમરેલીમા ગઇકાલે ઇન્ડિયન મેડિકલ એસાે. વતી ડાે.જી.જે.ગજેરાની આગેવાનીમા કલેકટરને આવેદનપત્ર પણ પાઠવાયું હતુ. વેરાવળ આઇ.એમ.એ. ની બ્રાંચ સાથે જોડાયેલા તમામ ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોએ આજે સવારથી હોસ્પિટલો અને તેમની ઓપીડી સેવા ઝડબેસલાક બંધ રાખી હતી.

આજના બંધમાં વેરાવળના 100 જેટલા ખાનગી તબીબો અને તેમની હોસ્પિટલો ઉપરાંત જીલ્લાના વધુ 100 થી વધુ ખાનગી તબીબો અને તેમની હોસ્પિટલો - ઓપોડી સંપૂર્ણ બંધ રાખી એકટના વિરોધમાં જોડાયા હતા. આ તકે ઇન્ડીયન મેડીકલ એસો. દ્વારા સરકારે કરેલો સુધારો રદ કરે તેવી માગણી કરી હોવાનું વેરાવળ આઇએમએના ડો.પરીખ, ડો.દિલીપ ચોચા, ડો.અનીલ ચૌહાણ, ડો.દતાત્રેય ગોસ્વામીએ જણાવેલ છે. કેશાેદમાં ઇન્ડિયન મેડીકલ એસાેસિએશન સાથે સંકળાયેલા ડાેકટરાેએ ડે.કલેક્ટર અને મામલતદારને આવેદન પત્રઆપ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યું હતું કે, મીક્સાેપેથી એટલે કે, ખીચડીકરણ જેનાે મતલબએ થાય કે એલાેપેથી ડાેક્ટરની જગ્યાએ સરકાર દ્વારા આર્યુવૈદિક ડાેકટરાેને સર્જરી કરવા મંજુરી આપી છે.

આ મંજુરીના વિરાેધમાં 11 ડિસેમ્બરે એક દિવસ માટે ડાેકટરાે હાેસ્પિટલના કામકાજથી અળગા રહી ઇમરજન્સી સિવાય ઓપીડી બંધ રાખી હતી. ડાેકટરાેએ જણાવ્યું કે એલાેપેથી ડાેક્ટરને સર્જરી કરવા 10 વર્ષનું ભણતર અને અનુભવ લેવાે પડે છે

અન્ય સમાચારો પણ છે...