તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જાહેરનામા ભંગ સબબ 45 શખ્સ સામે કાર્યવાહી

અમરેલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં માસ્ક પહેર્યા વગરના 26 શખ્સ દંડાયા

અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જાહેરનામુ અમલમાં હોય જો કે તેમ છતાં અનેક લોકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા હોય પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે પોલીસે જિલ્લામાં ૪૫ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. અમરેલી જિલ્લામાં પોલીસ દ્વારા વાહનમાં મુસાફરો બેસાડી સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

આ ઉપરાંત રાત્રી કર્ફ્યુ દરમિયાન આંટા ફેરા માર મારનાર ત્રણ શખ્સો સામે પણ ગુનો નોંધવામાં આવ્યો હતો.કોરોનાનું સંક્રમણ હજુ પણ વધી રહ્યું હોય તેમ છતાં અનેક લોકો બજારમાં માસ્ક પહેર્યા વગર આંટાફેરા મારતા હોય પોલીસે આવા 26 શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કન્ટેનમેન્ટ પણ જાહેરનામાનો ભંગ કરનાર આઠ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...