ક્રાઇમ:જાહેરનામાં ભંગ કરનાર 36 શખ્સ સામે કાર્યવાહી

અમરેલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રીના આંટા મારનાર સહિતના સામે રાવ

જિલ્લામા જાહેરનામુ અમલી હાેય તેમ છતા કેટલાક શખ્સાે જાહેરનામાનાે ભંગ કરતા હાેય પાેલીસ દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. આજે પાેલીસે હાેમ કવાેરેન્ટાઇનનાે ભંગ કરનાર તેમજ સમય મર્યાદા બહાર દુકાન ખુલી રાખનાર અને રાત્રીના કર્ફયુ દરમિયાન બિનજરૂરી ઘર બહાર આંટાફેરા મારતા 36 શખ્સાે સામે ગુનાે નોંધ્યો હતો. પાેલીસે આજે વડીયામા સમય મર્યાદા બહાર દુકાન ખુલી રાખનાર એક વેપારી સામે ગુનાે નાેંધ્યાે હતાે. જયારે નાના માચીયાળામા હાેમ કવાેરેન્ટાઇનનાે ભંગ કરનાર એક યુવક સામે પણ ગુનાે નાેંધ્યો હતો. આ ઉપરાંત કર્ફયુ દરમિયાન બિનજરૂરી ઘર બહાર આંટાફેરા મારતા વિકટરમા 2, કુંડલામા 3 શખ્સાે તેમજ ખાંભામા 2, રાજુલામા 2, લાઠીમા 3, લીલીયામા 2, જાફરાબાદમા 4, દામનગરમા 2, અમરેલીમા 5, બગસરામા 1, રાભડામા 1, બાબરામા 2 અને ચલાલામા 1 તેમજ વંડામા 1 અને ધારીમા 3 મળી કુલ 36 શખ્સાે સામે ગુનોં નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...