કામગીરી:અમરેલી પાલિકાની ગેરકાયદેસર નળ કનેકશનને રેગ્યુલાઇઝ કરવા કાર્યવાહી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જરૂરી કાગળાે સાથે 500 તથા અન્ય સર્વિસ ચાર્જ જમા કરાવી રેગ્યુલાઇઝ કરો

અમરેલીના કોઈપણ નાગરિક પોતાની માલિકીની જમીન પર રહેતાં હોય, સરકારી જમીન પર દબાણ કરીને રહેતાં હોય કે ખાનગી માલિકીની જમીનમાં દબાણ કરી રહેતાં હોય અને આ નાગરિકો અનઅધિકૃત નળ કનેક્શન ભુતકાળમાં લીધા હોય અને હાલ ધરાવતાં હોય તેવા નાગરિકોને પાલિકા દ્વારા નળ કનેકશન રેગ્યુલાઇઝ કરી અાપવા કાર્યવાહી હાથ ધરવામા અાવી છે.

અનઅધિકૃત અડધા ઇંચના નળ કનેક્શન ગેરકાયદેસર હોય તેને આગામી તા.14સુધીમાં સાધનિક ડોક્યુમેન્ટસ અને રકમ રૂપિયા 500 તથા અન્ય સર્વિસ ચાર્જ જમા કરી પોતાનાં ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરવાની કામગીરી અમરેલી નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.ગેરકાયદેસર કનેક્શનને કાયદેસર રેગ્યુલાઈઝ કનેક્શન કરવા માટે રકમ રૂપિયા 12 ના નિયત નમુનાનાં ફોર્મ અમરેલી નગરપાલિકાની જનસુવિધા કેન્દ્રમાંથી ઉપલબ્ધ થશે. ત્યારબાદ નિયત રકમનાં નોન જ્યુડીશ્યલ સ્ટેમ્પ પેપર ઉપર બાંહેધરી સોગંદનામાં રજુ કરવાનાં રહેશે. અને ત્યારબાદ આ પ્રકારના ગેરકાયદેસર નળ કનેક્શનને રેગ્યુલાઈઝ કરી આપવામાં આવશે.

આ ઉપરાંત એક મિલ્કતમાં ફક્ત એક કનેક્શન જ કાયદેસર કરી આપવામાં આવશે. આ યોજનાનો વધુમાં વધુ અમરેલી શહેરના નગરજનો લાભ લઈ ગેરકાયદેસર નળ કનેક્શન કાયદેસર રેગ્યુલાઈઝ કરાવવા પાલિકાઅે અનુરાેધ કર્યાે છે. અત્રે ઉલ્લેખનીય બની રહેશે કે પાલિકા દ્વારા ગેરકાયદેસર કનેકશન ધરાવતા લોકોને તક આપી છે.

અન્ય સમાચારો પણ છે...