અામ તાે સુરત લકઝરી બસ અાેપરેટર અેસાે. દ્વારા સુરતથી અમરેલીનુ ભાડુ માત્ર રૂપિયા 700 અગાઉથી નક્કી કરાયુ છે. પરંતુ દર વર્ષે અેવુ જાેવા મળે છે કે ભાડાનુ અા બાંધણુ કાેઇ લકઝરી ચાલકાે સ્વીકારતા નથી અને મનફાવે તેવા ભાડા વસુલ કરે છે. દર વર્ષે દિવાળીના સમયમા સુરતથી અમરેલીનુ ભાડુ લગભગ બમણુ થઇ જાય છે. ચાલુ સાલે અાનાથી પણ વધારે ખરાબ સ્થિતિ સર્જાઇ શકે છે. કારણ કે તાજેતરમા ડિઝલના ભાવમા થયેલા વધારાના કારણે સુરતથી અમરેલી સુધીનાે ડિઝલનાે ખર્ચ ગત વર્ષની સરખામણીમા 10 ટકાથી વધુ વધ્યાે છે.
અાેફ સિઝનમા લકઝરી બસના ચાલકાે રૂપિયા 700ના બદલે રૂપિયા 500મા પણ મુસાફરાેને બેસાડી લે છે પરંતુ દિપાવલીના તહેવારમા અા ભાડુ રૂપિયા 1000થી 1500 સુધી પહાેંચવાની શકયતા છે. ખાસ કરીને ટ્રાફિકને પહાેંચી વળવા રીટર્નમા ખાલી ગાડી દાેડાવાતી હાેય તેનાે માર સુરતથી અમરેલી અાવતા મુસાફરાે પર પડશે. સુરતથી ભાવનગરના ભાડામા દિપાવલીના તહેવારાે પર રૂપિયા 300 થી 500નાે વધારાે ઝીંકાયાે છે. અમરેલીના ભાડામા હજુ સુધી વધારાે નથી થયાે પરંતુ બેથી ત્રણ દિવસમા જ તેમા વધારાે જાેવા મળી શકે છે.
હજુ ભાડા અંગે બેઠક નથી મળી
સુરત લકઝરી બસ અાેપરેટર ચેરીટેબલ અેસાેસિઅેશનના પ્રમુખ દિનેશભાઇઅે જણાવ્યું હતુ કે હાલમા સુરતથી અમરેલીનુ રનીંગ ભાડુ રૂપિયા 700 નક્કી થયેલુ છે. દિપાવલી પર ભાડા વધારા અંગે હજુ સુધી અેસાેસિઅેશનની બેઠક મળી નથી. - દિેનેશભાઇ, એસો.ના પ્રમુખ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.