કાર્યવાહી:વડિયાના વાવડી અને તાલા‌ળી રોડ પરથી દબાણો દુર કરાયા

વડીયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા પર કોઈ ગંદકી કરશે તો ગ્રામ પંચાયત દંડ ફટકારશે

વડીયાના વાવડી અને તાલાળી રોડ પરથી ગ્રામ પંચાયતે દબાણો દુર કર્યા હતા. અને રસ્તાને ખુલ્લો કર્યો હતો. અહી રસ્તા પર ગંદકી કરનાર સામે દંડ ફટકારવા જેવી કાર્યવાહી કરવાની પણ ગ્રામ પંચાયતની ટીમે સૂચના આપી હતી.જિલ્લામાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાઓ પર ઝાળી જાંખરાથી રાહદારીઓને હાલાકી વેઠવી પડતી હોય છે.

અને જંગલ કટીંગની માંગણી ઉઠતી હોય છે. ત્યારે વડીયાના વાવડી અને તાલાળી રોડ પરથી ગ્રામ પંચાયતે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રસ્તા પરથી દબાણો હટાવી માટી પુરાણ કરી હતી. અને રસ્તો ખુલ્લો કર્યો હતો.સાથે સાથે રસ્તા પર ગંદકી ફેલાવનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ગ્રામ પંચાયતની ટીમે સુચના આપી હતી. અહી રસ્તો પહળો કરવામાં આવતા ચોમાસામાં ગ્રામજનોને ફાયદો થશે. આ પ્રસંગે ગ્રામ પંચાયતની ટીમે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...